બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / USA time sqare will broadcast live streaming of Ram Mandir pran pratishtha on 22 january

પ્રાણ- પ્રતિષ્ઠા / રામમય થયું અમેરિકા, ઠેર ઠેર લગાવાયા બિલબૉર્ડ, ટાઈમ્સ સ્ક્વેર પર થશે સીધું પ્રસારણ: જાણો કેવી છે તૈયારી

Vaidehi

Last Updated: 06:24 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં 10 રાજ્યોમાં રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લગતાં 40 જેટલાં બિલબોર્ડસ્ લગાડવામાં આવ્યાં છે. આ બિલબોર્ડસ્ ભગવાન શ્રીરામ તેમજ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની મહાનતા વર્ણવે છે.

  • અમેરિકાનાં 10 રાજ્યોમાં રામમંદિર ઉપલક્ષે બિલબોર્ડસ્ લાગ્યાં
  • 40 જેટલા બિલબોર્ડસ્ પ્રભુ રામ અને અયોધ્યા મંદિરની મહાનતા વર્ણવે છે
  • 22 જાન્યુઆરીનાં અમેરિકાનાં ટાઈમ સ્કવેરમાં કાર્યક્રમનાં લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન

22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામમંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી પહેલા દુનિયાભરમાં અનેક કાર્યક્રમ અને સમારોહ આયોજિત થયાં છે. અમેરિકામાં પણ આ પ્રકારનાં અને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યાં છે. USAનાં 10થી વધારે રાજ્યોમાં અયોધ્યાનાં ભવ્યમંદિરને લગતાં મોટા-મોટા હોર્ડિંગ લગાડવામાં આવ્યો છે.  

આ રાજ્યોમાં લગાડ્યાં છે બિલબોર્ડસ્
વિશ્વ હિંદૂ પરિષદ, યૂએસ ચેપ્ટરે સમગ્ર અમેરિકાનાં હિંદુઓની સાથે મળીને 10 રાજ્યોમાં 40થી વધારે બિલબોર્ડસ લગાડ્યાં છે. ટેક્સાસ, ઈલિનોઈસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયા સહિતનાં અનેક રાજ્યોમાં બિલબોર્ડની સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય VHPની અમેરિકાની શાખાએ જણાવ્યું કે એરિજોના અને મિસોરી જેવા રાજ્યોમાં સોમવાર 15 જાન્યુઆરીથી દ્રશ્ય ઉત્સવ જોવા મળશે જેમાં બિલબોર્ડસ્ પર ભગવાન શ્રીરામ અને ભવ્ય મંદિરની અદભૂત કૃતિઓ દેખાડવામાં આવશે.

બિલબોર્ડસ્ પાઠવશે સંદેશો
VHP ઓફ અમેરિકાનાં મહાસચિવ અમિતાભ વીડબ્લ્યૂ મિત્તલે કહ્યું કે આ બિલબોર્ડ દ્વારા આપવામાં આવતો સૌથી શ્રેષ્ઠ સંદશો એ છે કે હિંદૂ અમેરિકીઓ,  જીવનમાં માત્ર એકવાર થનારા આ સમારોહમાં ભાગ લેવા માટે ઉત્સાહિત અને આનંદિત થાય. તેમણે કહ્યું કે અમેરિકામાં રહેતાં રામભક્તો આતૂરતાપૂર્વક આ શુભ દિવસની રાહ જોઈ રહ્યાં છે.  અયોધ્યા રામમંદિરનાં ઉપલક્ષમાં અમેરિકામાં હિંદૂ અમેરિકી સમુદાયે અનેક કાર રેલીઓ, એક્ઝિબિશન વગેરે કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

અમેરિકાનાં ટાઈમ સ્કેવર પર લાઈવ સ્ટ્રીમિંગ
અમેરિકાનાં હિંદૂ લોકોએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય કર્યો છે. USAનાં પ્રખ્યાત ટાઈમ સ્કવેર પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેનો હજારો રામભક્તો લહાવો ઊઠાવશે.

વધુ વાંચો: ફર્શ પર જ સૂવાનું, ભોજન માત્ર સાત્વિક અને આવા વસ્ત્રો: 11 દિવસ PM મોદીએ કયા નિયમોનું કરવું પડશે પાલન

આ પહેલાં અમેરિકાની રાજધાની વોશિંગ્ટનનાં કેપિટોલ હિલમાં આજનાં શાસનમાં રામાયણની શિક્ષાઓને એકીકૃત કરવાનાં ઉદેશ્યને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમકાલીન ભૂરાજનીતિમાં સાંસ્કૃતિક વિરાસતની મહાનતા પર ભાર આપવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ