બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM Modi has taken a resolution to observe 11-day special rituals ahead of the Pran Pratishtha ceremony
ADVERTISEMENT
#WATCH | "It is fortunate that Ram Temple's 'Pran Pratishtha' is being done by PM Modi. He has taken a resolution to observe 11-day special rituals ahead of the ceremony. He is a divine soul. This is a matter of happiness for saints": Mahamandaleshwar Narayan Giri Ji Maharaj,… pic.twitter.com/6w1tpykdjI
— ANI (@ANI) January 12, 2024
ADVERTISEMENT
અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં અનુષ્ઠાન પૂર્ણ થવા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ 11 યજમાનોને આહાર-વિહાર-શયન વગેરેનાં સંબંધમાં 45 વ્રતોનાં નિયમનું પાલન કરવું પડશે. અનુષ્ઠાનનાં પ્રમુખ આચાર્ય કાશીનાં વિદ્વાન પં. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે યજમાનો માટે આ યમ-નિયમની આચારસંહિતા જારી કરી છે. જે અનુસાર પ્રધાનમંત્રી મોદી સહિત તમામ યજમાનોએ 11 દિવસ સુધી સિંધવ નમકવાળા સાત્વિક આહારનું જ સેવન કરવાનું રહેશે.
#WATCH | Swami Kailashanand Giri ji, Acharya Mahamandleshwar of the Shri Panchayti Niranjani Akhada
— ANI (@ANI) January 12, 2024
"PM Modi has taken 11-day 'anushthan' before Ram Temple 'Pran Pratishtha'. He has taken this resolution to bring 'Ram rajya' to the country. PM Modi is doing this for the benefit… pic.twitter.com/QnHT1AWG3a
ADVERTISEMENT
પલંગ પર સૂવું વર્જિત
PM મોદી દિવસમાં ફળાહાર કરી શકે છે. અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી પલંગ પર સૂવું કે બેસવું વર્જિત છે. લાકડાની તખ્તીનો પ્રયોગ કરી શકે છે. આસનનાં રૂપમાં ધાબળું રહેશે. પલંગ પર સૂવું કે બેસવું, નિયમિત દાઢી બનાવવી, નખ કાપવું વગેરે વર્જિત છે. શક્ય હોય તેટલું મૌન રહેવાનું છે અને નમ્રભાષી રહેવાનો અભ્યાસ કરવાનો છે.
ADVERTISEMENT
બહારનું જમવાનું બંધ
પં. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા શાસ્ત્રોનાં આલોકમાં આપવામાં આવેલી વ્યવસ્થા અનુસાર તમામ યજમાનોએ દરરોજ સવારે સ્નાન કરવાનું. બહારી ભોજનનો ત્યાગ કરવાનો..ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકારથી મુક્ત રહેવું અને ધ્યાન-સાધનાનાં માધ્યમથી મનને એકાગ્ર રાખવું. સત્યવ્રતનું પાલન કરવું.
વધુ વાંચો: ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિરમાં કરી રહ્યાં છે દાન, જાણો ડોનેશનની પ્રોસેસ
ADVERTISEMENT
સિવડાવેલા કપડાંથી દૂર રહેવાનું
આચાર્ય દ્રવિડ અનુસાર યજમાનોએ આ સમયગાળામાં શક્ય હોય તેટલું સિવેલા કપડાંથી દૂર રહેવું. રેશમી, ઊની કપડાં, ધાબળાં, શાલ - સ્વેટર વગેરે ધારણ કરી શકાશે. સદ્વિચાર, સત્ચિંતનયુક્ત રહેવું. અનુષ્ઠાનનાં સમયમાં હળદર, તેલ, રાઈ, સરસવ, લસણ, ડુંગળી, માંસ, મદિરા, ઈંડા, તેલથી બનેલા પદાર્થ, ગોળ, ચણા વગેરે ખાવાની મનાઈ હોય છે. દવા માટે મનાઈ નથી, ચોખા પણ ખાઈ શકાય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ જ પ્રસાદ ગ્રહણ કરવાનો નિયમ છે.
11 દિવસ નિયમોનું પાલન કરશે PM મોદી
PM મોદીએ શુક્રવારથી જ યમ-નિયમનાં સંકલ્પને લઈને તેનાં પાલનની શરૂઆત કરી દીધી છે. આચાર્ય શાસ્ત્રીએ આ સંબંધમાં પહેલાં જ એક પત્ર મોકલીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગિરિને યજમાનોને આ અંગે જાણકારી આપી દીધી હતી. આ સિવાય વ્રતનું પાલન કરવા માટે શાસ્ત્રો અનુસાર ઓછામાં ઓછા 7 દિવસ એટલે કે 15 જાન્યુઆરીથી નિયમોનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.