બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Countrymen living outside India are also donating to the Ram temple

અયોધ્યા રામ મંદિર / ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિરમાં કરી રહ્યાં છે દાન, જાણો ડોનેશનની પ્રોસેસ

Priyakant

Last Updated: 03:43 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને હજી પણ રામ ભક્તો સતત દાન આપી રહ્યા

  • અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા
  • રામ મંદિરનો પહેલો માળ દાનના વ્યાજના પૈસાથી જ બનાવવામાં આવ્યો
  • રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું 

Ayodhya Ram Mandir : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામ ભક્તોએ રામ મંદિર માટે ખૂબ મોટું દિલ રાખી અને દાન આપ્યું છે. અહીં એ પણ નોંધનીય છે કે, રામ મંદિરનો પહેલો માળ દાનના વ્યાજના પૈસાથી જ બનાવવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને હજી પણ રામ ભક્તો સતત દાન આપી રહ્યા છે. દેશમાં જ નહીં વિદેશોમાં પણ બેઠેલા રામ ભક્તો રામ મંદિર માટે દાન આપી રહ્યા છે. જો દેશની વાત કરીએ તો રામ મંદિર માટે દાન આપનારાઓમાં પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુનું નામ ટોચ પર છે. તેમણે 11.3 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

જાણો વિદેશથી સૌથી પહેલા દાન કોણે આપ્યું ? 
વિદેશી દાનની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર માટે પ્રથમ વિદેશી દાન અમેરિકાથી આવ્યું. અમેરિકામાં બેઠેલા એક રામ ભક્તે અગાઉ મંદિર ટ્રસ્ટને 11,000 રૂપિયા દાનમાં મોકલ્યા હતા. જોકે રામ મંદિર ટ્રસ્ટે તે દાતાનું નામ જાહેર કર્યું નથી. ઓક્ટોબર મહિનામાં જ અમેરિકાના એક રામ ભક્તે રામલાલને 11,000 રૂપિયાનું દાન મોકલ્યું હતું. પહેલા રામ મંદિર માટે વિદેશી દાનની મંજૂરી ન હતી પરંતુ ગૃહ મંત્રાલય તરફથી FCRAની મંજૂરી મળ્યા બાદ હવે વિદેશમાં રહેતા રામ ભક્તો માટે મંદિર નિર્માણમાં સહકાર આપવાનું સરળ થઈ ગયું છે.
  
વિદેશી રામ ભક્તો કઈ રીતે આપી શકે છે દાન ? 
વિદેશમાં બેઠેલા રામ ભક્તો દિલ્હીમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પોતાનું દાન આપી શકે છે. અમેરિકાના રામ ભક્તે આ ખાતામાં 11 હજાર રૂપિયા મોકલ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો એકાઉન્ટ નંબર 42162875158, IFSC કોડ-SBINOOO691 છે.

અત્યાર સુધીમાં બેંક ખાતામાંથી કેટલું દાન આવ્યું ?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ભંડોળ જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી, જે વ્યાજના આધારે મંદિરનું હાલનું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે. 

વધુ વાંચો: UP બાદ વધુ એક રાજ્યમાં 22 જાન્યુઆરીએ દારૂ નહીં મળે, CMO બેઠકમાં લેવાયો નિર્ણય
 
નોંધનિય છે કે, અયોધ્યા રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. રામ લલ્લાના અભિષેક માટેનો શુભ સમય 84 સેકન્ડનો છે, જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. ભગવાન રામલલાનો અભિષેક PM મોદીના હસ્તે થશે. આ દરમિયાન PM મોદી સિવાય ચાર લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ