બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / After UP, one more state will not get liquor on January 22, decision taken in CMO meeting
Last Updated: 03:04 PM, 13 January 2024
ADVERTISEMENT
Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આ દિવસને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. એ જ રીતે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાન બંધ રહેશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે દેહરાદૂનમાં યોજાયેલી બેઠક દરમિયાન આ અંગે આદેશ આપ્યા હતા. આ સાથે તેમણે નિર્દેશ આપ્યો કે, 14 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યમાં સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. જિલ્લાઓના મંદિરો, ઘાટો, સ્થાપનાઓ અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરીએ તમામ મોટા મંદિરો અને ગુરુદ્વારાઓમાં પ્રસાદ વહેંચવો જોઈએ.
ADVERTISEMENT
Dehradun | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami held a virtual meeting with all the District Magistrates from the Secretariat today and directed that grand events should be organized in the state under the cultural festival from 14 to 22 January 2024. The Chief Minister… pic.twitter.com/4bNA5uuUyN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 12, 2024
ADVERTISEMENT
યુપીમાં પણ 22મી જાન્યુઆરીએ ડ્રાય ડે રહેશે
આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં દારૂના ઠેકાણાઓ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આબકારી વિભાગે રાજ્યના તમામ આબકારી કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ તમામ દારૂના ઠેકાણાઓ બંધ કરવામાં આવે.
રાજ્યના આબકારી કમિશનરે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તેને જોતા રાજ્યમાં તમામ દારૂની દુકાનો બંધ રહેશે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લાયસન્સધારક આ બંધ કરવા માટે કોઈપણ વળતર અથવા દાવા માટે હકદાર રહેશે નહીં. આબકારી કમિશનરે કહ્યું છે કે, તમામ જિલ્લા આબકારી અધિકારીઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
વધુ વાંચો: રામ જન્મભૂમિની માટીથી લઇને...., પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા મહેમાનોને અપાશે આ આકર્ષક ગિફ્ટ્સ, જાણો શું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.