બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
US પ્રમુખ જો બિડેને મંગળવારે યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં તેની અર્થવ્યવસ્થાને વધુ નબળી બનાવવાના તેમના ઇરાદાની જાહેરાત કરી દીધી છે. તેમણે રશિયન ગેસ, તેલ અને ઊર્જાની તમામ આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે, આ પગલાંથી રશિયન અર્થતંત્રને ભારે નુકસાન થશે. જો કે, તેમણે સ્વીકાર્યું કે તેનાથી અમેરિકનો માટે એમાંય ખાસ કરીને ગેસ પંપ પરના ખર્ચમાં વધારો થશે. બિડેનની આ જાહેરાત બાદ સવાલ એ ઊભો થાય છે કે, આ નિર્ણયની સમગ્ર વિશ્વ પર શું અસર પડશે? ત્યારે અહીં જોઇશું કે અમેરિકાના આ નિર્ણયની સમગ્ર વિશ્વ પર કેવી અસર પડી શકે છે....
ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ શકે છે ભયંકર વધારો
ADVERTISEMENT
US દ્વારા રશિયન તેલની આયાત પર પ્રતિબંધથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે વધારો થઈ શકે છે. કારણ કે જો વિશ્વને દરરોજ 10 બેરલ તેલનો પુરવઠો આપવામાં આવે છે તો તેમાં એક બેરલ રશિયાથી આવે છે. રશિયાના નાયબ વડાપ્રધાને ધમકી આપી છે કે, ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $300ને પાર કરી શકે છે.

ADVERTISEMENT
ભારતમાં મોંઘવારી વધશે
અમેરિકાના આ નિર્ણયથી ભારતનો પડકાર પણ વધશે. ભારતે ક્રૂડ ઓઈલની આયાત માટે વધુ કિંમત ચૂકવવી પડશે. તેની સીધી અસર એ થશે કે હવે મોંઘવારી પણ વધશે, વ્યાજદર વધશે અને ડોલર સામે રૂપિયો નબળો પડશે. સરકારની રાજકોષીય ખાધ વધશે અને લોક કલ્યાણ યોજનાઓમાંથી મૂડી ખર્ચમાં ઘટાડો થશે.
ADVERTISEMENT
યુરોપ સામે સૌથી મોટું સંકટ
સૌથી મોટો પ્રશ્ન અમેરિકાના સાથી દેશો, યુરોપિયન દેશોનો છે. કારણ કે આ નિર્ણયમાં તે અમેરિકાની સાથે રહેશે કે કેમ તે ચોક્કસ કહી શકાય નહીં. યુરોપિયન દેશો રશિયન ઊર્જા પુરવઠા પર વધુ નિર્ભર છે. યુરોપના અશ્મિભૂત ઇંધણના વપરાશમાં રશિયાના કુદરતી ગેસનો હિસ્સો ત્રીજા ભાગનો છે. આ સાથે જ યુએસ રશિયન કુદરતી ગેસની આયાત નથી કરતું. અત્યારે તો એવું કહી શકાય કે, અમેરિકા આ મામલે કદાચ એકલું જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.