ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરિકામાં ફરી એક વખત ગન કલ્ચર વકરતા મોટી જાનહાનિની ઘટના સામે આવી છે. યુએસએના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિકાગોમાં ફ્રીડમ પરેડ દરમિયાન ફાયરિંગની ઘટના સર્જાઈ છે. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે 6 નાગરિકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
#UPDATE US | 6 dead and dozens injured in the shooting incident. Suspect described as being a white male of 18-20 years of age: Lake County Sheriff's Office
— ANI (@ANI) July 4, 2022
ADVERTISEMENT
અમેરિકાના શિકાગોમાં આ ઘટના હાઈલેન્ડ પાર્કમાં થઈ છે. ઘટનામાં 6 લોકોના મોત ઉપરાંત 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેક કાઉન્ટી શેરિફની ઓફિસ તરફથી આ માહિતી આપવામાં આવી છે. ઓફિસે લોકોને આ વિસ્તારથી દૂર જવા કહ્યું છે.
ADVERTISEMENT
US: 6 killed, 24 injured in Illinois July 4th parade in Highland Park
— ANI Digital (@ani_digital) July 4, 2022
Read @ANI Story | https://t.co/AQ6XY6RLhq #IllinoisShooting #GunViolenceinUS #July4Parade pic.twitter.com/iDb9zNpDjM
ADVERTISEMENT
આરોપી શકમંદ 20 વર્ષનો હોઈ શકે: US પોલીસ
ફરાર થયેલા હમલાવરની શોધખોળ કરતી પોલીસે જણાવ્યું કે હમલાવરની ઉંમર 18 થી 20 વર્ષ વચ્ચે છે. આરોપીનો રંગ ગોરો છે લાંબા કાળા વાળ છે. તેણે સફેદ કે વાદળી ટી-શર્ટ પહેરી છે. સાથે યુએસના નાગરિકોને એ પણ જણાવ્યું છે કે હુમલાખોર કાળા રંગની SUVમાં હોઈ શકે છે. જોકે પોલીસે હુમલાખોરને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હુમલા પછી લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે ચોખવટ કરતાં જણાવ્યું કે હુમલાખોરના મોતની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પણ તે હજુ સુધી પકડાયો નથી.
અમેરિકી પ્રતિનિધિએ મોત પર જતાવ્યું દૂખ
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકી પ્રતિનિધિ બ્રેડ સનાઇડરે જણાવ્યું છે કે હાઈલેન્ડ પાર્કમાં ફાયરિંગ થઈ ત્યારે તેમના જિલ્લાની અભિયાન ટીમ પરેડમાં સૌથી આગળ હતી. બ્રેડ ટ્વિટરમાં કહ્યું કે કેટલાય લોકોનો જીવ ગયો છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. હુમલાનો શિકાર બનેલા નિર્દોષ લોકો અને તેમના પરિવાર સાથે મારી સંવેદના છે
સંકળાયેલા મુદ્દાઓ