બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર પરીક્ષાએ સરકારી નોકરી! એ પાછી ₹60,000ની? બસ જોઇશે આ લાયકાત
Last Updated: 05:03 PM, 11 August 2026
વડોદરામાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા કાયદા ક્ષેત્રના ઉમેદવારો માટે મહત્વની તક સામે આવી છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા દ્વારા લીગલ ઓફિસરની એક જગ્યાની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં લેખિત પરીક્ષા વગર વોક-ઈન ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતી હેઠળ પસંદ થયેલા ઉમેદવારને 11 માસના કરાર આધારિત સમયગાળા માટે નિમણૂક આપવામાં આવશે અને દર મહિને ₹60,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી સ્થાનિક સ્તરે કાયદાકીય ક્ષેત્રમાં કામ કરવાની સારી તક બની શકે છે.
વડોદરા ભરતી 2026: ભરતીની મુખ્ય વિગતો
ADVERTISEMENT
લીગલ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત
ADVERTISEMENT
લીગલ ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી L.L.B.ની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે કાયદાની પ્રેક્ટિસ માટે જરૂરી માન્યતા ધરાવતા હોવા જોઈએ.
આ ઉપરાંત ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:
ADVERTISEMENT
વય મર્યાદા
ADVERTISEMENT
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વયની ગણતરી અને અન્ય શરતો માટે ઉમેદવારોએ ભરતીની મૂળ જાહેરાતમાં આપવામાં આવેલી વિગતો તપાસવી જરૂરી છે.
કેટલો મળશે પગાર?
ADVERTISEMENT
લીગલ ઓફિસરની પસંદગી 11 માસના કરાર આધારિત ધોરણે કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹60,000 ફિક્સ વેતન ચૂકવવામાં આવશે. આ રીતે જોવામાં આવે તો કાયદા ક્ષેત્રમાં લાયકાત ધરાવતા અને વડોદરામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ભરતી આકર્ષક તક બની શકે છે.
પરીક્ષા નહીં, સીધો વોક-ઈન ઈન્ટરવ્યુ
આ ભરતીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષાનો ઉલ્લેખ નથી. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત તારીખે સ્થળ પર હાજર રહી વોક-ઈન ઈન્ટરવ્યુ આપવાનું રહેશે.
વોક-ઈન ઈન્ટરવ્યુનું સ્થળ અને સમય
તારીખ: 18 ઓગસ્ટ 2026
સમય: સવારે 10:00 વાગ્યે
સ્થળ: પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા.
ઈન્ટરવ્યુ સમયે કયા દસ્તાવેજો લઈ જવાના?
વોક-ઈન ઈન્ટરવ્યુ માટે હાજર થતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે રાખવાની રહેશે. સાથે સંબંધિત તમામ અસલ પ્રમાણપત્રો પણ સ્વખર્ચે લઈ જવાના રહેશે.ખાસ કરીને શૈક્ષણિક લાયકાત, વય અને અન્ય સંબંધિત પ્રમાણપત્રો તૈયાર રાખવા ઉમેદવારોએ ધ્યાન આપવું જોઈએ.
મહત્વની સૂચના
ઉમેદવારોએ ઈન્ટરવ્યુમાં હાજર થતાં પહેલાં ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી તમામ શરતો, લાયકાત અને દસ્તાવેજ સંબંધિત સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ.
આ પણ વાંચોઃ ટ્રેન મોડી પડે તો ફ્રી ભોજન મળે? વંદે ભારત-શતાબ્દીના આ નિયમો જાણો
ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે કામકાજના સમય દરમિયાન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરાનો ટેલિફોન નંબર 0265-2493319 પર સંપર્ક કરી શકાય છે અથવા કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.