બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / Urfi Javed's face is spoiled! I did this after being disturbed by trolling... now the actress is regretting it

આ શું થઈ ગયું ? / બાપ રે ! ઉર્ફી જાવેદને ચહેરા સાથે છેડછાડ કરવી પડી મોંઘી, બગડી ગયો સુંદર ચહેરો, પોતે જ ફોટો શેર કરી થઈ ગઈ ગુસ્સે

Pravin Joshi

Last Updated: 08:42 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજબ-ગજબની ફેશન માટે પ્રખ્યાત ઉર્ફી જાવેદનો ચહેરો ખરાબ થઈ ગયો છે. ઉર્ફીએ પોતે આ વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને તેના ચહેરા સાથે છેડછાડ કેમ કરી તેનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

  • ઉર્ફી જાવેદનો ચહેરો ખરાબ થઈ ગયો 
  • ઉર્ફીએ ડાર્ક સર્કલની સારવાર કરાવી
  • ડાર્ક સર્કલને છુપાવવા માટે ફિલર કરાવ્યા
  • તેની આંખોની નીચે સોજો આવી ગયો 
  • સારવાર બાદ તે અલગ દેખાવા લાગી

અજબ-ગજબની ફેશન માટે પ્રખ્યાત ઉર્ફી જાવેદનો ચહેરો ખરાબ થઈ ગયો છે! અમે આ નથી કહી રહ્યા, ઉર્ફીએ પોતે આ વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને તેના ચહેરા સાથે છેડછાડ કેમ કરી તેનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. અભિનેત્રી તેના કપડા સિવાય તેના ડાર્ક સર્કલ્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થાય છે. અભિનેત્રી ઘણીવાર તેના ડાર્ક સર્કલ્સની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ટ્રોલિંગથી પરેશાન ઉર્ફીએ ડાર્ક સર્કલની સારવાર લીધી. પરંતુ તે બેકફાયર થયું. ઉર્ફીએ ડાર્ક સર્કલને છુપાવવા માટે આંખના ફિલર કરાવ્યા. પરંતુ ત્યારપછી તેની આંખોની નીચે સોજો આવી ગયો અને ફિલરને કારણે તે એકદમ અલગ દેખવા લાગી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @__urfi_javed__

ફોટો શેર કર્યો 

આંખ ફિલર કરાવ્યા પછી ઉર્ફીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તેની આંખોની નીચે ઘણો સોજો અને લાલાશ છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ પોતાની જાત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને એ પણ કહ્યું છે કે હવે મેકઅપ કરવાથી પણ તેની આંખો બરાબર દેખાડી શકાશે નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @__urfi_javed__

મેં મારી સાથે આવું કેમ કર્યું ?

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'મારા ડાર્ક સર્કલ્સને કારણે હું ઘણી ટ્રોલ થતી હતી. તેથી જ મેં આંખની નીચે ફિલર કરાવ્યા... અને હવે મારો ચહેરો બગડી ગયો છે. મારી આંખોની નીચેનો ચહેરો હવે અલગ દેખાવા લાગ્યો છે. હવે મેકઅપ પણ મારી આંખની નીચે બરાબર બતાવી શકશે નહીં. મેં મારી સાથે આવું કેમ કર્યું ?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @__urfi_javed__

અભિનેત્રીએ લિપ ફિલર પણ કરાવ્યું હતું

અન્ડર આઈ ફિલર કરાવતા પહેલા અભિનેત્રીએ લિપ ફિલર પણ કરાવ્યું હતું. જેની તસવીર અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. હવે એક્ટ્રેસે ફરીથી ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેના હોઠ એકદમ અલગ દેખાઈ રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું કે લિપ ફિલર કરાવ્યા બાદ તેના હોઠ પણ સૂજી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ