બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / UPSC Result Declared: Girls Top Again, 4 Girls in Top 5 Ranks

BIG BREAKING / UPSC નું રિઝલ્ટ થયું જાહેર: ફરી વાર દીકરીઓ આવી અવ્વલ, ટોપ 5 રેન્કમાં 4 યુવતીઓ

Priyakant

Last Updated: 03:05 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC CSE 2022 Final Result News: UPSCનું સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ટોપ-5 માં 4 મહિલાનો સમાવેશ

  • UPSCનું સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર
  • ઈશિતા કિશોરે પરીક્ષામાં AIR 1 રેન્ક મેળવ્યો, ગરિમા લોહિયા બીજા નંબરે 
  • ટોપ-5માં 4 મહિલાઓ, ઉમા હાર્થી એન અને સ્મૃતિ મિશ્રાએ પણ ડંકો વગાડ્યો 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે. વિગતો મુજબ ઈશિતા કિશોરે પરીક્ષામાં AIR 1 રેન્ક મેળવ્યો છે. તેણી પછી ગરિમા લોહિયા, ઉમા હાર્થી એન અને સ્મૃતિ મિશ્રા હતા.

UPSCનું રિઝલ્ટ જાહેર થતા દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે. વાત જાણે એમ છે કે, પરિણામ જાહેર થતાં ટોપ-5 માં 4 મહિલાનો સમાવેશ થાય છે. UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારી કરે છે. જેમાંથી ઘણા ઓછાને આમાં સફળતાં મળે છે. ત્યારે આજે પરિણામ જાહેર થતાં દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. આમાંથી 345 ઉમેદવારો બિનઅનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ઉમેદવારો ST કેટેગરીના છે. IAS પદ માટે પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

File Photo

UPSC CSE પરિણામ આ રીતે તપાસો

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • હોમપેજ પર, UPSC CSE મુખ્ય પરિણામ 2022 (ફાઇનલ) વાંચતી લિંક પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર એક PDF ફાઈલ ખુલશે.
  • પીડીએફ ફાઇલમાં યુપીએસસી સિવિલ સર્વિસીસનું મુખ્ય અંતિમ પરિણામ 2022 હશે.
  • મેરિટ લિસ્ટ તપાસો અને ડાઉનલોડ કરો

UPSC CSE 2022 ટોપર્સની યાદી

  • ઈશિતા કિશોર
  • ગરિમા લોહિયા
  • ઉમા હરતિ એન
  • સ્મૃતિ મિશ્રા
  • મયુર હજારિકા
  • રત્ન નવ્યા રત્ન
  • વસીમ અહેમદ ભટ
  • અનિરુદ્ધ યાદવ
  • કનિકા ગોયલ
  • રાહુલ શ્રીવાસ્તવ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ