બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:51 PM, 12 May 2025
દેશભરમાં અચાનક ડિજિટલ બ્રેકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકો કેશલેસ પેમેન્ટ કરવા માટે બહાર ગયા હતા, પરંતુ પેમેન્ટ થઈ રહ્યા ન હતા. ગૂગલ પે અને ફોનપે જેવા મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અચાનક ડાઉન થઈ ગયા અને દેશભરમાં ઓનલાઈન વ્યવહારો અટવાઈ ગયા છે.
ADVERTISEMENT

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદોનો વરસાદ
ADVERTISEMENT
X અને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓ ફરિયાદોથી છલકાઈ ગયા છે. ડાઉનડિટેક્ટર જેવી વેબસાઇટ્સ પર પણ રિપોર્ટ્સની સંખ્યામાં અચાનક વધારો થયો છે. પેટીએમ ખોલતી વખતે, વપરાશકર્તાઓને સીધી એરર આવી રહી છે. "UPI app is facing some issues" જેનો અર્થ એ થયો કે સમસ્યા ફક્ત એક એપ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ સમગ્ર UPI સિસ્ટમમાં મોટી ટેકનિકલ ખામી હતી
જો કે, આ બધાની વચ્ચે પેટીએમએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે, પેટીએમમાં કોઈ જ એરર નથી તે બરાબર ચાલી રહ્યું છે
ADVERTISEMENT
Everything’s working. pic.twitter.com/KwyjPe4gkP
— Paytm (@Paytm) May 12, 2025
આ ત્રીજી વખત બન્યું
ADVERTISEMENT
નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે UPI સેવા આ રીતે ડાઉન થઈ ગઈ છે. કરોડો લોકો જેના પર દરરોજ આધાર રાખે છે તે સિસ્ટમનું વારંવાર ક્રેશ થવું હવે લોકોને પરેશાન કરી રહ્યું છે. દુકાનદારો, કેબ ડ્રાઇવરો અને સામાન્ય ગ્રાહકો ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચો: દેશ વિરોધી ફેક મેસેજ વાયરલ કરતા પહેલા ચેતજો, 14 લોકો સામે FIR
માર્ચમાં રેકોર્ડ બન્યા હતા, હવે ઉઠ્યા સવાલો
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે માર્ચ 2025માં ભારતમાં UPI વ્યવહારોએ એક રેકોર્ડ બનાવ્યો હતો, કુલ 18.30 અબજ વ્યવહારો, જે ફેબ્રુઆરી કરતા 5 ટકા વધુ હતા. માર્ચમાં કુલ 24.77 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. પરંતુ ડિજિટલ ઇન્ડિયા જે ગતિએ આગળ વધી રહ્યું છે, તે જોતાં હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આવી ટેકનિકલ ખામીઓ તેની ગતિ ધીમી કરી શકે છે?
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.