બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / UP Police reached prayagraj with atiq ahmed from sabarmati jail

પ્રયાગરાજ / યુપી પોલીસે દેખાડી જાણ્યું, 24 કલાકમાં અતિકને પ્રયાગરાજ પહોંચાડ્યો, ગેંગસ્ટર ભાઈઓ 4 વર્ષે ભેગા પણ જેલમાં

Vaidehi

Last Updated: 05:48 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી હવે UPનાં પ્રયાગરાજ લઈ જવાયો છે. હવે પોલીસ તેને નૈની જેલમાં લઈ ગઈ છે. ઉમેશપાલ અપહરણનાં કેસમાં 28 માર્ચનાં કોર્ટમાં સુનાવણી.

 

  • 24 કલાકમાં અતીક પહોંચ્યો ગુજરાતથી UP
  • પોલીસકર્મીઓની મોટી ટીમ અતીકને લઈ પહોંચી પ્રયાગરાજ
  • 28 માર્ચનાં છે કોર્ટમાં પેશી

બાહુબલી અતીક અહમદને અમદાવાદની સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવાયો છે. યૂપી પોલીસની ટીમ રવિવારે સાંજે અતીકને લઈને નિકળી હતી. અતિક સહિત પોલીસ સોમવારે આશરે 4.30 વાગ્યે પ્રયાગરાજની સીમામાં પ્રવેશ કર્યો છે. તેને 6 ગાડીઓનાં જૂથ સાથે પ્રયાગરાજ લઈ અવાયો જેમાં 2 વજ્ર વાહન છે. હવે પોલીસ અતીકને લઈને નૈની જેલ પહોંચી ગઈ છે.

ભાઈ અશરફને પણ કોર્ટમાં આપવાની છે હાજરી
આખરે પોલીસ ખુંખાર અતિકને 24 કલાકની અંદર પ્રયાગરાજ લઈને આવી ગઈ છે. અતીકને લાવનારી ટીમમાં 45 પોલીસકર્મીઓને શામેલ કરવામાં આવ્યાં હતાં. અતીકની મંગળવારે કોર્ટમાં પેશી છે. ઉમેશપાલ મામલામાં અતીક આરોપી છે. કોર્ટ આ મામલામાં 28 માર્ચનાં નિર્ણય સંભળાવશે. આ મામલામાં અતીકનો ભાઈ અશરફને પણ હાજર રહેવાનું છે. પોલીસ તેને બરેલી જેલથી પ્રયાગરાજ લઈને જઈ રહી છે.

જેલનું થયું પરિક્ષણ
પ્રયાગરાજના સિવિલ લાઈન સ્ટેશનની બહાર અચાનક પોલીસની હલચલ વધી ગઈ છે. DSP અને SP સ્ટેશનનાં લોઅપ અને કેંપસનું જીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારી ફોર્સની સાથે સ્ટેશનની બહાર નવાબ યુસૂફ રોડ પર બેરિકેડીંગ પણ કરવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ