બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Unseasonal rain was reported in eight talukas of the state

હવામાન / ગુજરાતમાં બદલાયું ઋતુચક્ર, આજે 8 તાલુકામાં કમોસમી વરસાદ, ઉનાળું પાકોનો કચ્ચરઘાણ

Dinesh

Last Updated: 09:59 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, આજે અમરેલી, બોટાદ, ડાંગ, ધારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે

  • રાજ્યમાં માવઠાંથી ખેડૂતો ચિંતિત
  • રાજ્યના આઠ તાલુકમાં વરસાદ
  • ડાંગમાં ભારે પવનથી મંડપ ઉડ્યો 


કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગે કમોસમી વરસદની આગાહી કરી હતી જેના પગલે આજે રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગીર પંથકના વાતાવરણમાં પલટો જેવા મળ્યો છે તેમજ અમરેલી જીલ્લામાં પણ ફરી કમોસમી વરસાદ પડતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતત બન્યા છે આજે રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે અમરેલી, બોટાદ, ડાંગ, ધારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા તા. 16 થી 18 દરમ્યાન ગુજરાતનાં મોટા ભાગના જીલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધારી ગીરના ગામડાઓમાં વરસાદ
ધારી ગીરના ગામડા બાદ અમરેલીમાં કમોસમી વરસાદ થયો છે. ખાંભા, સાવરકુંડલા પંથકમાં વાદળો ઘેરાતા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સક્યાત વર્તાઇ રહી છે.  બોટાદ જિલ્લાના વાતાવરણમાં  પલટો આવ્યો હતો. ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ત્યારે પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં કરા પણ પડ્યા  હતા.

વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ 
ગીરના વિસ્તારોમાં ભર ઉનાળે  વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરસીયા,સૂખપુર,ક્રાંગસા,ગોવિંદપૂર, દલખાણીયા,મીઠાપુરમાં કમોસમી વરસાદ થયો છે તો એક બાજુ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 

પાક નુકસાનની ભીતિ
ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતા  કેસર કેરી, ઘઉં અને ચણાના પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઇ રહી છે. તો આ બાજુ હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગના વાાતાવરણમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

ડાંગમાં મંડપ ઉડ્યો હતા
સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા જગદગુરૂ નરેંદ્રાચાર્યજીના પાદુક દર્શન કાર્યક્રમ માટે બાંધેલો મંડપ ઉડ્યો હતા. ડાંગમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થતા બાગાયતી પાક, ડુંગળી, શાકભાજી, સ્ટ્રોબેરીને નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ