બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મંદિરનો ઈતિહાસ
આ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દશમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.
ADVERTISEMENT
રાજા હરિશ્ચન્દ્રની નગરી
અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.
ADVERTISEMENT
ભવ્ય મેળાની ખાસિયત
અહીં કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.
ADVERTISEMENT
અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે
યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગવર્મેન્ટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે. ત્યાંની નજીકનું હવાઈમથક અમદાવાદ છે.ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોઈ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે.
આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે.જયારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે, રાજા હરિશ્ચન્દ્રનો અવતાર પણ રાજા હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓ જ્ઞાન કદાચ નહીં હોય.હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે. તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે.
ADVERTISEMENT
આકર્ષિત મૂર્તિ
સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે.અહી ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અતિસુંદર છે. તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડુ કરે છે.
ADVERTISEMENT
આકર્ષિત કરતુ નકશીકામ
આ મંદિરની અંદર-બહાર દીવાલ પર રામાયણ-મહાભારતનાં દૃશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે. જયારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે. વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે. મદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે. આ સિવાય શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે પંદર દિવસ ચાલે છે. આ મેળામાં પશુધન વેચાવા આવે છે જેને ખરીદવા માટે કચ્છ સહિત દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જાણે અહીં હૈયે હૈયું દબાય તેવી ભીડ જામે છે.
ધાર્મિક માન્યતા
જયારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઇષ્ટ દેવ ગણાય છે. તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે.•
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.