બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Union Home Minister Amit Shah statement on Shiv Sena issue

મહારાષ્ટ્ર / ઉદ્ધવ જુથ પાસેથી શિવસેના ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહનું સામે આવ્યું પ્રથમ નિવેદન, કરી આ મોટી વાત

Dinesh

Last Updated: 11:39 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના નામ અને નિશાન પર જણાવ્યું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહારો
  • 'યુપીએના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા'
  • 'ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે'


મહારાષ્ટ્રમાં  ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના નામ અને નિશાન પર જણાવ્યું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. તેમણે કહ્યું કે, યુપીએના સમયમાં દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા પરંતુ વડાપ્રધાનને જ વડાપ્રધાન માનતા ન હતા. તેમણે કહ્યું કે, યુપીએના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂળ ધાણી થઈ ગઈ હતી.

'મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં'

ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ગઈકાલે મોટો નિર્ણય લેવાયો છે, અસલી શિવસેના અને અમારા મિત્ર પક્ષને સાચું પ્રતીક મળ્યું છે. તેમણે કહ્યું કે, એ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં. અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાના અભરખામાં કોંગ્રેસ-એનસીપીએ પગ પડી ગયાં.

પહેલા મહિલાઓ સુરક્ષિત નહોતી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રીએ પ્રહાર કરતા કહ્યું કે, ઘૂસણખોરો અને આતંકવાદીઓ પાકિસ્તાનથી આવતા હતા અને આપણા સૈનિકોના મારતા હતા તેમજ તેમના કપાયેલા માથાનું પણ અપમાન કરતા હતા અને દિલ્હીના દરબારમાં મૌન છવાઈ જતો હતો. તેમણે કહ્યું કે, 12 લાખ કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચાર એક પછી એક દેશની સામે આવ્યા હતા. પહેલા મહિલાઓ સુરક્ષિત નહોતી, દેશની સરહદો સુરક્ષિત નહોતી. ગૃહમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારમાં વડાપ્રધાન બીજા દેશનું ભાષણ વાંચતા હતા, ક્યારેક તેઓ સિંગાપોરમાં થાઈલેન્ડનું ભાષણ વાંચતા તો ક્યારેક સિંગાપોરમાં થાઈલેન્ડનું ભાષણ વાંચતા હતા જેનાથી દેશનું અપમાન થતું હતું. 

'લોકશાહીમાં બહુમતી મહત્વની છે'
સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ગઈકાલે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકશાહીમાં બહુમતી મહત્વની છે. અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. આ સાથે ગૃહમંત્રીએ કહ્યું હતું કે શિંદેજી તમે આગળ વધો, અમે તમારી પાછળ જ ઉભા છીએ. 

દેવેન્દ્ર ફડણવીનું નિવેદન
કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેઓ અસલી શિવસેનાના નેતા એકનાથ શિંદેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, અમારા અઢી વર્ષ ખરાબ થયાં. હવે આપણી પાસે અઢી વર્ષ છે. જેમાં ઘણું કામ કરવાનું છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી ડબલ એન્જિન સરકાર પૂરી તાકાતથી કામ કરશે. ફડણવીસે કહ્યું કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો, પરંતુ કોંગ્રેસના શાસનમાં તેઓ આવું કરી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જ આ શક્ય બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ