બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભારત / Politics / અમદાવાદ / Union Home Minister Amit Shah mega road show 18th, nomination on 19th

Lok Sabha Election 2024 / અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

Ajit Jadeja

Last Updated: 08:24 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અને સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે અમિત શાહ 

અમિત શાહના ફોર્મ ભરતી વખતએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ  મયંક નાયક પણ તેમની સાથે ઉપસ્થીત રહેશે. અમિત શાહ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેશે. 18-19 એપ્રિલ અમિત શાહ ગુજરાતમાં રહેશે. તેમના બે દિવસના પ્રચારના કાર્યકમ તૈયાર કરાયા છે. 

રાજ્યની ચૂંટણી રસપ્રદ બની

ગુજરાતમાં આ વખતે ભાજપ 26 બેઠક જીતીને દેશમાં 400થી વધુ બેઠકો પર જીતવાનું લક્ષ લઇને ચાલે છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત બીજેપીને પડકારો આવી રહ્યા છે. આંતરિક જુથવાદને કારણે અનેક બેઠકો પર ઉમેદવારો બદલવા પડ્યા અને વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ ક્ષત્રિયો આંદોલન રૂપાલાને લઇ આક્રમક બન્યો છે. ત્યારે આ વખતે ગુજરાતની ચુંટણી રસપ્રદ બની રહેશે. 

આ પણ વાંચોઃ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, શહેરના અનેક વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન, જુઓ વીડિયો

યુવા મતદારોમાં વધારો

દેશમાં લોકસભા 2024ની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. માટે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ કરતાં વધુ મતદારોને વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 4.51 કરોડ હતી તે વધીને 2024માં 4.96 કરોડ થઈ છે. ચૂંટણી પંચના રસપ્રદ આંકડા જોઈએ તો 1996ની લોકસભા ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 577 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મતદાન સૌથી ઓછું 35.92 ટકા જોવા મળ્યું હતું. છેલ્લા 62 વર્ષમાં ક્યારેય પુરૂષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી નથી. રાજ્યમાં 2019ની ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 64.51 ટકા મતદાન નોંધાયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ