બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:08 PM, 16 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. જે સમગ્ર વાવાઝોડાની સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે અને તેઓ મુખ્યમંત્રી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ શકે છે.
વાવાઝોડાની સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર, વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું અમિત શાહ કરશે નિરીક્ષણ, CM ભુપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે રહી મેળવશે સ્થિતિનો ચિતાર #gujaratcyclone #biporjoycyclonenews #biporjoycyclone @AmitShahOffice #VTVGujarati pic.twitter.com/6WcP627fIO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2023
ADVERTISEMENT
અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે છે તેમજ આવતીકાલે સ્થિતિ સાનુકૂળ હશે તો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતને જાણકારી મેળવી હતી.
ADVERTISEMENT
હવામાન વિભાગે શું કહ્યું ?
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે શું કહ્યું ?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.