બ્રેકિંગ ન્યુઝ
VTV / Union Cabinet approves implementation of Pradhan Mantri Krishi Sinchayee Yojana for 2021-26
Hiralal
Last Updated: 04:36 PM, 15 December 2021
ADVERTISEMENT
ખેડૂતોને બારેમાસ સિંચાઈનું પાણી મળી રહે તે માટે મોદી સરકારે 2015 માં શરુ કરેલી સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને લંબાવવાનો નિર્ણય લીધો છે. મોદી સરકાર દ્વારા આ યોજના લંબાવવામાં આવતા અંદાજે 22 લાખ ખેડૂતોને લાભ થશે. ખેડૂતો માટેનો મોદી સરકારનો આ મોટો નિર્ણય છે.
કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આજની બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2021-22થી માંડીને 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટેની આ મોટી યોજનાને ચાલુ રાખવા પાછળ 93 હજાર કરોડ વધારાનો ખર્ચ થશે.
ADVERTISEMENT
Union Cabinet approves implementation of Pradhan Mantri Krishi Sinchayee Yojana for 2021-26. Scheme to benefit about 22 lakh farmers: Union Minister Gajendra Singh Shekhawat pic.twitter.com/OZJcEirwp8
— ANI (@ANI) December 15, 2021
22 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ મળશે
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ 22 લાખ ખેડૂતોને થશે.
કોણ લઈ શકે પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ યોજનાના લાયક લાભાર્થીઓ દેશના તમામ વર્ગોના ખેડૂતો હશે. પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ સ્વસહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, કોર્પોરેટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂતોના જૂથોના સભ્યો અને અન્ય લાયકાત ધરાવતી સંસ્થાઓના સભ્યોને પણ લાભ આપવામાં આવશે.
आज की कैबिनेट बैठक में प्रधानमंत्री कृषि सिंचाई योजना को 2021-22 से लेकर 2025-26 तक चालू रखने का निर्णय किया गया है और इसमें 93 हज़ार करोड़ रुपये से अधिक खर्च आएंगे: केंद्रीय मंत्री अनुराग ठाकुर pic.twitter.com/IkysnuZSYQ
— ANI_HindiNews (@AHindinews) December 15, 2021
પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે આધાર કાર્ડ, ઓળખપત્ર, ખેડૂતોના જમીનના કાગળો, જમીનની નકલ, બેંક એકાઉન્ટ પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબરની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.