ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget / union budget 2021 nirmala sitharaman housing loan

બજેટ 2021 / મધ્યમવર્ગને બજેટમાં શું મળ્યું ? સસ્તા ઘરની લોન પર મળી આ રાહત

Published By: vtvAdmin

Last Updated: 03:26 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણના બજેટમાં પગારદાર વર્ગને ખાસ કંઈ હાથ લાગ્યું નથી. જોકે ઘર ખરીદનાર લોકોને કંઈક અંશે થોડી ઘણી રાહત આપવામાં આવી છે.

ADVERTISEMENT

  • નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ
  • હોમલોનના વ્યાજ પર અપાઇ રાહત​
  • નોકરીયાત વર્ગને હતાશા

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું. આ બજેટ આવે તે પહેલાં લોકોને ઘણી અપેક્ષાઓ હતી. જોકે સસ્તા ઘરની લોન પર છૂટ મળી છે. પરંતુ બજેટમાં સામાન્ય લોકો અને મહિલાઓને પણ કંઈ હાથ લાગ્યું નથી. 

બજેટ 2021- મધ્યમ વર્ગને શું મળ્યું ?

- હોમલોનના વ્યાજ પર ટેક્સમાં 2022 સુધી છૂટ
- સસ્તા દર વાળા ઘરમાં લોન પર વ્યાજમાં ટેક્સની એક વર્ષ સુધી છૂટ
- 31 માર્ચ 2022 ઘર ખરીદવા પર લોનમાં વ્યાજમાંથી 1.5 લાખની છૂટ
- એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ વધારાઈ
- હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ 1 વર્ષ વધારાઈ
- ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારી 10 કરોડ કરવા પ્રસ્તાવ
- 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
- એમએસપી વધારીને ઉત્પાદન ખર્ચના 1.5 ટકા કરાઈ છે. સરકાર ખેડૂતોની ભલાઈ માટે પ્રતિબદ્ધ છે. 
- અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે એક પોર્ટલ બનાવવાની જાહેરાત, બિલ્ડિંગ કન્ટ્રક્શન વર્કર માટે હેલ્થ, હાઉસિંગ અને ફૂડની સ્કીમ શરુ કરાશે.
- સસ્તા ઘરો માટે વ્યાજમાં 1.5 લાખની વધારાની છૂટ, 2022 સુધી મળશે
- વન નેશન, વન રેશન કાર્ડને 32 રાજ્યોમાં લાગુ પાડવામાં. 86 ટકા લોકોને સમાવિષ્ટ કરાયા. 

મધ્યમ વર્ગની સૌથી વધારે આશા 

બજેટમાં પગારદાર વર્ગને નાણાપ્રધાન પાસેથી ઘણી આશા હતી પરંતુ નાણાપ્રધાને ટેક્સમાં કોઈ રાહત આપી નથી. નાણાપ્રધાને બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખ્યાં છે. તે ઉપરાંત બજેટમાં કોઈ વધારાની ટેક્સ છૂટની જાહેરાત કરાઈ નથી કે ટેક્સ સ્લેબમાં પણ કોઈ સુધારો કરાયો નથી. બજેટમાં ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે એક રાહતની જાહેરાત કરાઈ છે, 75 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે સસ્તા ઘરો માટે વ્યાજમાં 1.5 લાખની વધારાની છૂટ એક વર્ષ વધારીને 2022 સુધી કરી નાખી છે. 

સામાન્ય લોકો માટે કંઈ નહીં 

એક રીતે જોઈએ તો આ બજેટમાં સામાન્ય લોકોને કંઈ મળ્યું નથી. સામાન્ય લોકોને રાહતની કોઈ જાહેરાત કરાઈ નથી. ઉલટાનું તમામ ચીજો પર કસ્ટમ ડ્યુટી અને સરચાર્જની જાહેરાતને કારણે ઘણી બધી ચીજો મોંઘી થઈ રહી છે. સામાન્ય લોકો માટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે. 

મહિલાઓ માટે પણ ખાસ કંઈ નહીં 

નાણાપ્રધાન સીતારામણ પાસેથી મહિલાઓ માટેની જાહેરાતની આશા હતી પરંતુ બજેટમાં મહિલાઓ માટે કોઈ ખાસ જાહેરાત કરાઈ નથી.સરકારે બજેટમાં મહિલાઓની ઉપેક્ષા કરી હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Budget2021 General Budget 2021 union budget 2021 બજેટ 2021 Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ