બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / UNGA: On the initiative of PM Modi, a memorial wall will be built at the United Nations, dedicated to peacekeeping mission soldiers

UNGA / શહીદોના સન્માનમાં UNમાં બનશે મેમોરિયલ વૉલ, PM મોદીના પ્રસ્તાવને 190 દેશોનું સમર્થન

Pravin Joshi

Last Updated: 03:06 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવને સ્વીકારી લીધો છે. રુચિરા કંબોજે કહ્યું કે આ સ્મારક દિવાલ એ પ્રતીક હશે કે શા માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ પર આટલો ભાર મૂકે છે. જ્યારે તે લોકોને યાદ અપાવશે કે વિશ્વએ તેમના નિર્ણયો માટે કેટલી કિંમત ચૂકવી છે.

  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવનો સ્વિકાર કર્યો
  • પ્રસ્તાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક સ્મારક દિવાલનું નિર્માણ થશે
  • મિશનમાં જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા રજૂ કરાયેલા ઠરાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક સ્મારક દિવાલનું નિર્માણ થવાનું છે. આ સ્મારક દિવાલ પર, સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ મિશનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે બુધવારે આ ઠરાવ રજૂ કર્યો હતો, જેને 190 દેશોએ સમર્થન આપ્યું હતું. બાદમાં યુનાઈટેડ નેશન્સે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.

Topic | VTV Gujarati

શા માટે સ્મારક દિવાલ બનાવવામાં આવશે

યુનાઈટેડ નેશન્સે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને કહ્યું કે મેમોરિયલ વોલ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ્ય અને અગ્રણી સ્થાને બાંધવામાં આવશે. આ દિવાલ શાંતિ મિશન દરમિયાન બલિદાન આપનાર જવાનોના સન્માનમાં બનાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે આ સ્મારક દિવાલ પ્રતીક કરશે કે શા માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ પર આટલો ભાર મૂકે છે. તે લોકોને યાદ અપાવશે કે વિશ્વએ તેમના નિર્ણયો માટે કેટલી કિંમત ચૂકવી છે.

યુએનમાં ભારતીય રાજદૂતે કહ્યું - PM મોદીએ 'બેટી બચાવો' જેવા અભિયાનો દ્વારા  લિંગ સમાનતાના મહત્વને પ્રોત્સાહન આપ્યું / PM Modi gender equality through  campaigns ...
18 દેશોએ ટેકો આપ્યો

ભારતે બાંગ્લાદેશ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, જોર્ડન, નેપાળ, રવાન્ડા અને અમેરિકા સહિત 18 દેશોમાં આ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ સ્મારક દિવાલનું નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. 2015 માં ભારતે યુનાઇટેડ નેશન્સ ખાતે વર્ચ્યુઅલ સ્મારક દિવાલ શરૂ કરી, જે ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે પીસકીપિંગ મિશનમાં તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.

Topic | VTV Gujarati

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં મેમોરિયલ વોલના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ પ્રસ્તાવને સમર્થન આપવા માટે તમામ દેશોનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ શાંતિ મિશન દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોની યાદમાં એક સ્મારક દિવાલ બનાવવાનું સૂચન કર્યું હતું. આ જ કારણ છે કે જ્યારે ભારતના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરીને તેના પર ખુશી વ્યક્ત કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ