બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / unesco education report advises to stop use of smartphone in school

પ્રતિબંધ / યુનેસ્કોએ બાળકો માટે ફોન પર પ્રતિબંધની કેમ કરી માંગ? તાજા રિપોર્ટમાં જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો

Arohi

Last Updated: 04:17 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mobile Ban In School: UNESCOના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેધરલેન્ડ, સિંગાપુર સહિત ઘણા દેશ ક્લાસમાં સ્માર્ટફોનના ઉપયોગ પર બેન લગાવી ચુક્યા છે. વધારે સમય સુધી સ્ક્રીનની સામે રહેવાથી બાળકોની માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે.

  • બાળકો માટે ફોન પર પ્રતિબંધની માંગ 
  • UNESCOના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 
  • બાળકોની માનસિક સ્થિતિ પર પડે છે અસર 

સંયુક્ત રાષ્ટ્રના હાલના રિપોર્ટમાં એક મહત્વની અને જરૂરી જાણકારી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલોમાં સ્માર્ટફોન પર તરત પ્રતિબંધ લગાવવો જોઈએ. એવું કહેવમાં આવી રહ્યું છે કે સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિંબધ લગાવવાથી ક્લાસમાં અનુશાસન બની રહેશે અને બાળકોને ઓનલાઈન ડિસ્ટર્બ થવાથી બચી શકાશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર યુનાઈટેડ નેશનના એજ્યુકેશન, સાયન્સ એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશને (UNESCO)એ સ્કૂલોમાં મોબાઈલ બેન કરવાની વાત કહી છે. યુનેસ્કોએ કહ્યું છે કે ખૂબ વધારે સમય સુધી સ્ક્રીનના સામે રહેવાથી બાળકોની માનસિક સ્થિતિ પર અસર પડવા લાગે છે. 

શું કહે છે UNESCO રિપોર્ટ? 
યુનેસ્કો પોતાના એજ્યુકેશન રિપોર્ટમાં કહે છે કે મોબાઈલ ફોન રોજની જરૂરીયાત બની ગયો છે. ભલે ચુકવણી કરવી હોય કે પછી બુકિંગ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય કે પછી અહીં સુધી કે શૈક્ષણિક સંસાધનોની શોધ કરવી હોય. આ યુગમાં સ્માર્ટફોન વગર કામ કરવું મુશ્કેલ છે. 

સ્ટેટિસ્ટા અનુસાર દુનિયાભરમાં સ્માર્ટફોન યુઝર્સની કુલ સંખ્યા 2028 સુધી 525 કરોડથી વધારે સુધી પહોંચી જવાની આશા છે. યુનેસ્કોએ મહાનિર્દેશક ઓડ્રે અઝોલે અનુસાર ડિજિટલ યુગમાં સ્માર્ટફોનનું મહત્વનું યોગદાન છે. આજ કારણ છે કે આજના બાળકો મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટરના આદી થઈ ગયા છે. 

ઓડ્રે કહે છે કે સ્માર્ટફોનનો ઉપયોગ યોગ્ય વસ્તુ શીખવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભલાઈ માટે થઈ રહ્યો છે. તેમના નુકસાન માટે નહીં. તેમનું કહેવું છે કે આપણે બાળકોને ટેક્નોલોજીની સાથે અને તેમના વગર પર રહેતા શિખવાડવું જોઈએ. 

આ દેશોમાં બેન થયો સ્માર્ટફોન 
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલંબિયાથી આઈવરી કોસ્ટ અને ઈટલીથી નીધરલેન્ડ સુધી દુનિયાના દરેક ચોથા દેશે સ્કૂલોમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં જ ફ્રાંસ અને ડેનમાર્ક બન્નેએ જ ગુગલ વર્કસ્પેસને બેન કરી દીધુ છે. આ રીતે બાંગ્લાદેશ અને સિંગાપુરના ક્લાસમાં સ્માર્ટફોનના ઉપયોગ પર બેન લાગી ચુક્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ