ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરથી ઉમરાહ કરવા ગયેલા લોકો મક્કામાં ફસાયા, પરિવારમાં ચિંતાનો માહોલ
Last Updated: 10:02 AM, 2 March 2026
ADVERTISEMENT
ભાવનગર શહેરમાંથી સાઉદી અરેબીયા ખાતે ઉમરાહ કરવા ગયેલા અનેક યાત્રિકો યુદ્ધજન્ય પરિસ્થિતિ અને ફ્લાઈટ રદ થવાના કારણે ત્યાં અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ફ્લાઈટ્સ રદ થતાં યાત્રિકો ફસાયા
આ મુદ્દે ભાવનગર મેમણ સમાજના પ્રમુખ આરીફભાઇ કાલવાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સાઉદી અરેબિયામાં પરિસ્થિતિને કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતાં યાત્રિકો પરત ફરી શક્યા નહોતાં.
ADVERTISEMENT

ફસાયેલ લોકોને હાલમાં સુરક્ષિત
ADVERTISEMENT
પ્રમુખ આરીફભાઈ કાલવાએ અટવાયેલા યાત્રિકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમની સાથે થયેલી ચર્ચા અનુસાર તમામ યાત્રિકો હાલમાં સુરક્ષિત છે અને તેમને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. સ્થાનિક વ્યવસ્થાઓ અને રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું.
આ પણ વાંચોઃ રસોડામાં દુપટ્ટા વડે પંખા પર ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત
ADVERTISEMENT
પરિવારોમાં ચિંતાનો માહોલ
જોકે યાત્રિકો સુરક્ષિત હોવાના સમાચારથી થોડી રાહત મળી છે, તેમ છતાં ભાવનગરમાં તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ યથાવત્ છે. પરિવારજનો તેમના વહેલા વતન વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો