ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / રસોડામાં દુપટ્ટા વડે પંખા પર ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત
Last Updated: 05:22 PM, 1 March 2026
ADVERTISEMENT
સુરતમાં વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષાના તણાવથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધો. 12 સાયન્સના 17 વર્ષીય વિદ્યાર્થી શ્રીકાંતનું મોત થયું હતું. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતમાં રહે છે. ડીંડોલીના ઉમિયા નગરમાં રહેતા પરિવારે પુત્ર ગુમાવ્યો છે.
ADVERTISEMENT
પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક
ઉધનામાં બચકાનીવાલા વિદ્યામંદિરમાં યુવક અભ્યાસ કરતો હતો. યુવકે રસોડામાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ડીંડોલી પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

પેપર ખરાબ જતા બાબેન ગામે વિદ્યાર્થીનીએ જીવન ટુકાવ્યું
ADVERTISEMENT
સુરત જિલ્લાના બારડોલીના તાલુકામાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક કરુણ ઘટના બની છે. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ખુશી પાટીલ નામની વિદ્યાર્થીનીએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. કેમિસ્ટ્રી વિષયનું પેપર ખરાબ જતાં હતાશા અને તણાવમાં આવીને ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બારડોલીના બાબેન ગામમાં બની છે, જેના કારણે પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્ય દુબઈમાં ફસાયા, મદદ માટે સરકારને કરી આજીજી
ગતરોજ કેમેસ્ટ્રીનું પેપર હતું, બીજીવાર પરીક્ષા આપી હતી
ADVERTISEMENT
ખુશી પાટીલે કેમિસ્ટ્રીનું પેપર આપ્યા બાદ તેને પેપર નબળું ગયું હોવાનું લાગ્યું હતું, જેના કારણે તે ખૂબ જ હતાશ અને ચિંતિત થઈ ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ તેણે અંતિમ પગલું ભરી લીધું. પરિવારજનોને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓ ઝડપથી તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.