ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્ય દુબઈમાં ફસાયા, મદદ માટે સરકારને કરી આજીજી
Last Updated: 03:17 PM, 1 March 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં રહેતા લતાબેન બદીયાણીના પરિવારના ત્રણ સભ્યો હાલમાં દુબઈમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. યુદ્ધ જેવી સ્થિતિના સમાચાર મળતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે અને લતાબેને સરકાર પાસે તેમના સગાઓને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
છેલ્લા 2-3 વર્ષથી પરિવારજનો દુબઈમાં કરે છે નોકરી: લતાબેન
લતાબેનના જણાવ્યા અનુસાર, તેમના પતિ છેલ્લા 8 વર્ષથી દુબઈમાં નોકરી કરે છે. છેલ્લા 2 વર્ષથી તેમની પુત્રી અને પુત્ર પણ રોજગાર માટે ત્યાં ગયા છે. કુલ મળીને છેલ્લા 2-3 વર્ષથી પરિવારના સભ્યો દુબઈમાં કામકાજ કરી રહ્યા છે.
ADVERTISEMENT

યુદ્ધ જેવી સ્થિતિના સમાચાર મળતા ચિંતા થાય: લતાબેન
ADVERTISEMENT
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધ જેવી સ્થિતિના અહેવાલોને કારણે લતાબેન ભારે ચિંતિત છે. સમાચાર સાંભળીએ ત્યારે દિલ ધડકતું રહે છે. બાળકો અને પતિ સુરક્ષિત છે કે નહીં તેની સતત ચિંતા થાય છે. એમ લતાબેને જણાવ્યું.

ADVERTISEMENT
સરકારને વિનંતી કે પરિવારજનોને હેમખેમ પાછા લઈ આવે: લતાબેન
લતાબેને કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે દુબઈમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. અમારો પરિવાર હેમખેમ પાછો આવી જાય તેમ સરકારને પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન અમેરિકા યુદ્ધના કારણે 3 હજાર ગુજરાતી ફસાયા, સામે આવ્યાં ચિંતાજનક સમાચાર
સ્થાનિક સ્તરે પણ સમાજના આગેવાનો અને સગાસંબંધીઓ પરિવારને ધીરજ રાખવા માટે સમજાવી રહ્યા છે. હાલ પરિવારજનો સાથે સંપર્ક છે. પરંતુ પરિસ્થિતિ અંગે અનિશ્ચિતતા હોવાને કારણે ચિંતા યથાવત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.