ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈરાન અમેરિકા યુદ્ધના કારણે 3 હજાર ગુજરાતી ફસાયા, સામે આવ્યાં ચિંતાજનક સમાચાર

પ્રતિક્રિયા / ઈરાન અમેરિકા યુદ્ધના કારણે 3 હજાર ગુજરાતી ફસાયા, સામે આવ્યાં ચિંતાજનક સમાચાર

Published By: Vishal Khamar

Last Updated: 02:34 PM, 1 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન અને દુબઈમાં કરાયેલા હુમલા મામલો મિડલ ઈસ્ટના દેશમાં ગુજરાતીઓ ફસાયા છે. અંદાજે ગુજરાતીઓ દુબઈ અને અબુધાબીમાં ફસાયા છે.

ADVERTISEMENT

ઈરાન અમેરિકા યુદ્ધના કારણે 3 હજાર ગુજરાતી મિડલ ઈસ્ટના દેશમાં ફસાયા છે. ગુજરાતીઓ ફસાવા મુદ્દે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં યુદ્ધ શરૂ થયા પછી 1 હજાર 500 થી વધુ મુસાફરોએ બુકિંગ રદ્દ કર્યું છે. અત્યારે 3 હજાર ગુજરાતી દુબઈ અને આબુધાબીમાં ફસાયા છે. ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત છે. તેમજ સ્થિતિ રાબેતા મુજબ ક્યારે થશે તે કહેવું અઘરૂ છે.

Ahmedabad Airport : ઈરાન-ઇઝરાયલ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોમાં સર્જાયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ અમદાવાદની હવાઈ મુસાફરી પર પડ્યો છે. વિવિધ દેશોના એરસ્પેસ બંધ થવાથી સતત બીજા દિવસે પણ ફ્લાઇટ કેન્સલ અને વિલંબનો સિલસિલો યથાવત રહ્યો છે. અન્ય મોટા એરપોર્ટ્સની જેમ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશલ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે સત્તાવાર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસરને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તો કેટલીક ડીલે ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ, મુસાફરો અટવાયા

શનિવારે IndiGo ની કુવૈત અને અબુ ધાબી જતી ફ્લાઇટ્સ તેમજ Etihad Airways ની અબુ ધાબી જતી ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. રવિવારે SpiceJet ની શારજાહ અને Emirates ની દુબઈ જતી ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવી હતી. દુબઈના એરસ્પેસ પર પ્રતિબંધ લાગતા અમદાવાદથી યુકે જતી દુબઈ વાયા કનેક્ટિંગ ફ્લાઇટ પણ રદ થઈ ગઈ હતી. રાજકોટથી અમદાવાદ પહોંચેલા કેટલાક મુસાફરો પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા અહીં જ ફસાઈ ગયા હતા.

ahmedabad-airport

મુસાફરોની વ્યથા

એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોએ આક્ષેપ કર્યો કે ફ્લાઇટ રદ અંગે તેમને અગાઉથી યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી. “ફ્લાઇટ રદ થઈ એની જાણ કંપનીએ સમયસર કરી નથી, હવે અમારે ક્યાં જવું તે મુશ્કેલી છે,” એમ એક મુસાફરે જણાવ્યું. ઘણા મુસાફરો લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા હતા, જ્યારે કેટલાકે હોટેલ બુકિંગ અને કનેક્ટિંગ ફ્લાઇટ્સ ચૂકી જવાની ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાને કારણે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની છે.

airport-help-desk

એરપોર્ટની એડવાઈઝરી અને હેલ્પ ડેસ્ક શરૂ

મુસાફરોને સહાયરૂપ થવા અમદાવાદ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટર્મિનલ પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. Airports Authority of India દ્વારા ફ્લાઇટ વિલંબ અને કેન્સલેશન વચ્ચે મુસાફરોને માર્ગદર્શન આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇતિહાદના મુસાફરો માટે 18001233901 પર સંપર્ક કરવાની સુવિધા આપવામાં આવી છે. સાથે જ ઇન્ડિગો અને ઇતિહાદ દ્વારા અલગ હેલ્પ ડેસ્ક શરૂ કરીને માહિતી અને રિશેડ્યુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ હોળી પહેલાં સુરત-ઉધના સ્ટેશનો પર ખાસ તૈયારીઓ, 6થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

મુસાફરોને સલાહ અને આગળની તૈયારી

એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની હાલની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે. પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર અસર યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી સ્થિતિએ વૈશ્વિક તણાવનો સ્થાનિક સ્તરે કેવી રીતે પ્રભાવ પડે છે તેનો સ્પષ્ટ દાખલો આપ્યો છે. હાલમાં એરપોર્ટ તંત્ર અને એરલાઇન્સ બંને મુસાફરોને સહાય અને સંકલન આપવા પ્રયાસરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran attack Iran-Israel war Gujarati Middle East

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ