ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હોળી પહેલાં સુરત-ઉધના સ્ટેશનો પર ખાસ તૈયારીઓ, 6થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

રાહત / હોળી પહેલાં સુરત-ઉધના સ્ટેશનો પર ખાસ તૈયારીઓ, 6થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

Published By: Priyankka Triveddi

Last Updated: 10:16 AM, 1 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનાર હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT

Surat Railway Station: હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધા અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વધતી મુસાફરોની અવરજવર વચ્ચે બેસવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે જેથી પ્લેટફોર્મ પર ઉભી રહેવાની સમસ્યા ઓછી થાય. ખાસ કરીને ઉધબ જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર લાઈટ અને પંખાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે તેમજ નવા કાયમી અને કામચલાઉ શૌચાલયો પણ તૈયાર કરાયા છે.

સ્પેશિયલ ટ્રેનો અને વધારાના ડબ્બા

મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 6થી વધુ અન-રિઝર્વડ (UR) સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. ઉપરાંત 5 નિયમિત ટ્રેનોમાં વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવ્યા છે. સુરત, ઉધના અને મુંબઈમાંથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી છે. કટિહાર, બરૌની, દાનાપુર, જયનગર અને ગોરખપુર જેવા સ્થળો માટે વિશેષ ટ્રેનો ફાળવવામાં આવી છે. ઉપરાંત રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માટે પણ વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

train

સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત

સ્ટેશનો પર કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ભીડની પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે દર 8 કલાકે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. મુસાફરોને ગાઇડ કરવા અને ગેરવ્યવસ્થાને અટકાવવા માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત કરાયો છે.

train

આ પણ વાંચો: સતત બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ, મુસાફરો અટવાયા, હેલ્પ ડેસ્ક શરૂ કરાયા

vtv app promotion

વધારાની તૈયારી અને સ્ટેન્ડબાય વ્યવસ્થા

રવિવારે ભીડમાં વધારો થવાની શક્યતા વચ્ચે એક વધારાની અન-રિઝર્વડ ટ્રેનનો રેક ખાલી ટ્રેન તરીકે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે, જેથી જરૂર પડે ત્યારે તરત જ દોડાવી શકાય. રેલવે તંત્રનો દાવો છે કે મુસાફરોને તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરીનો અનુભવ મળે તે માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. સુરત અને ઉધના સ્ટેશનો પર કરાયેલી આ વિશેષ વ્યવસ્થાઓ મુસાફરોને રાહત આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udhna Junction Surat Railway Station Holi special trains

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ