UK reports another daily record of 88,376 new COVID cases
મહામારી /
ત્રીજી લહેરનો મોટો સંકેત, બ્રિટનમાં કોરોનાનો હાહાકાર, સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક 88,376 કેસ
Team VTV07:39 AM, 17 Dec 21
| Updated: 12:31 PM, 18 Dec 21
ઓમિક્રોનના ખતરાની વચ્ચે બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક 88,376 કેસ નોંધાયા છે.
બ્રિટનમાં કોરોનાનો કાળો કેર
સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક 88,376 કેસ
146 લોકોના મોત
સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક કેસનો સામનો કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે. હાલમાં બ્રિટન સિવાય આટલી મોટી સંખ્યામાં કોરોનાના ડેઈલી કેસ આવતા નથી. બ્રિટનમાં સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. બુધવારે પણ અહીં કોરોનાના 78,610 કેસ નોંધાયા હતા.
ત્રીજી લહેરની શરુઆત તો નહીંને?
બ્રિટનમાં સતત બીજા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક બાજુ અહીં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને કારણે કોરોનાના કેસો વધી રહ્યાં હોવાની શક્યતા છે. બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા છે.
UK reports another daily record of 88,376 new COVID cases: AFP
બ્રિટનમાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત થયું છે
બ્રિટનમાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત હોવાની પુષ્ટિ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન કરી ચૂક્યા છે.
બ્રિટનમાં સરકારે કડક પ્રતિબંધો લાગુ કરવા માટે તેવી નોબત
બ્રિટનમાં જે રીતે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યાં છે અને બીજી તરફ ઓમિક્રોનનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે તેવી સ્થિતિમાં હવે બ્રિટન સરકાર કડક પ્રતિબંધો લાગુ પાડે તો નવાઈ નહીં. બીજી કોઈ રીતે તો કેસમાં ઘટાડો થાય તેવું લાગતું નથી.
ફ્રાન્સે બ્રિટનની યાત્રા પર મૂક્યો પ્રતિબંધ
બ્રિટનમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં કોરોનાના કેસ આવતા ફ્રાન્સે તાબડતોબ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટનમાં રેકોર્ડબ્રેક કેસ આવતા આખી દુનિયાનું ટેન્શન વધી ગયું છે.