બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ugc will soon start the dual degree

તમારા કામનું / ભારતમાં બેઠા બેઠા મળશે વિદેશની ડિગ્રી! જાણો શું છે ડ્યુઅલ કે જોઇન્ટ ડિગ્રીનો નવો પ્લાન

Khevna

Last Updated: 01:19 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) જલ્દી જ ડ્યુઅલ ડીગ્રી શરુ કરવા જઈ રહ્યું છે. આ માટે UGC વિદેશી યૂનિવર્સિટીઝ સાથે કરાર કરશે.

  • ઇન્ડિયામાં બેઠા બેઠા મળશે વિદેશી ડીગ્રી 
  • UGC વિદેશી યૂનિવર્સિટીઝ સાથે કરાર કરશે
  • કુલ  48 યૂનિવર્સિટીઝમાં વિદેશી યૂનિવર્સિટીઝની ડીગ્રી  મળશે

ઇન્ડિયામાં બેઠા બેઠા મળશે વિદેશી ડીગ્રી 

યૂનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) જલ્દી જ ડ્યુઅલ ડીગ્રી શરુ કરવા જઈ રહ્યું છે. આ માટે UGC વિદેશી યૂનિવર્સિટીઝ સાથે કરાર કરશે. UGCની આ સમજૂતી હેઠળ બનારસ હિન્દુ યૂનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટી અને જામિયા યૂનિવર્સિટી સહિત કુલ  48 યૂનિવર્સિટીઝમાં હવે વિદેશી યૂનિવર્સિટીઝની ડીગ્રી પણ મળશે. 

UGC વિદેશી યૂનિવર્સિટીઝ સાથે કરાર કરશે

UGC રેગ્યુલેશન, 2022 હેઠળ ભારતીય અને વિદેશી યૂનિવર્સિટીઝ વચ્ચે સમજૂતી થઇ હતી, જેની હેઠળ ભારતની યૂનિવર્સિટીઝ અને વિદેશી યૂનિવર્સિટીઝનાં સ્ટુડન્ટસને ડ્યુઅલ અને જોઈન્ટ ડિગ્રી પણ આપી શકશે. સમજૂતીમાં આ માટે એડમીશન ફીસ, કરીક્યુલમ, ઇન્ટર્નશિપ, પ્લેસમેન્ટથી લઈને અન્ય બધી શરતો સામેલ છે. એક રીપોર્ટ અનુસાર, UGC ચેરમેન પ્રોફેસર એમ જગદીશ કુમારે જણાવ્યું છે કે , આ બાબતને લઈને યૂનિવર્સિટીઝમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. અત્યાર સુધી 48 ભારતીય યૂનિવર્સિટીઝમાં વિદેશી હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટયુટસ સાથે એકેડમિક સમજૂતી કરવામાં આવશે. 

અહીં એ સ્પષ્ટ કરી દઈએ કે આ સમજૂતી અલગ અલગ પ્રોગ્રામ્સ માટે છે.  જરૂરી નથી કે દરેક કોર્સમાં ડ્યુઅલ ડીગ્રી આપવામાં આવે અને એ પણ જરૂરી નથી કે એક યૂનિવર્સિટીથી એક જ વિદેશી યૂનિવર્સિટીની સમજૂતી થાય. ઉદાહરણ માટે,  ટાટા  ઇન્સ્ટીટયુટ ઓફ સાઈન્સેઝએ 2022-23 એકેડમિક સેશન માટે ઓસ્ટ્રેલીયાની મોનાશ યૂનિવર્સિટી સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી ફિલ્ડ ઓફ ડેવલપમેંટ પ્રેક્ટીસમાં ડ્યુઅલ ડીગ્રી માટે કરવામાં આવી છે. જ્યારે ટાટા ઇન્સ્ટીટયુટે UKની ક્વીનમેરી યૂનિવર્સિટી સાથે સોશિયલ એન્ટરપ્રેનરશીપ અને ઇન્ટરનેશનલ બીઝનેસમાં ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામ શરુ કર્યો છે. 

આ વર્ષે મે મહિનામાં UGCએ ભારતીય યૂનિવર્સિટીઝને વિદેશી યૂનિવર્સિટીઝ સાથે એકેડમિક સમજૂતી કરવાની મંજૂરી આપી દીધી હતી. આના હેઠળ ત્રણ ડીગ્રી પ્રોગ્રામ કરવામાં આવી શકે છે, જે છે... 

ડ્યુઅલ ડીગ્રી : ડ્યુઅલ ડીગ્રી હેઠળ ભારતીય અને વિદેશી યૂનિવર્સિટી ડીગ્રીનું ભણતર આવશે. બંને યૂનિવર્સિટીઝ અલગ અલગ ડીગ્રી આપશે. પ્રોગ્રામમાં સ્ટુડન્ટસને ઓછામાં ઓછા 30 ટકા ક્રેડીટ સ્કોર ભારતીય યૂનિવર્સિટીમાં મેળવવા પડશે. 

જોઈન્ટ ડીગ્રી : આ ડીગ્રી માટે ભારતીય યૂનિવર્સિટી અને વિદેશી યૂનિવર્સિટી બંને મળીને ભણાવશે, પણ આના હેઠળ ડીગ્રી ભારતીય યૂનિવર્સિટીની જ મળશે. ડીગ્રી હેઠળ સ્ટુડન્ટસને ઓછામાં ઓછા 30 - 30 ટકા ક્રેડીટ સ્કોર બંને યૂનિવર્સિટીઝમાં લાવવા પડશે. 

ટ્વીનિંગ પ્રોગ્રામ : આ પ્રોગ્રામમાં સ્ટુડન્ટ પોતાના અમુક સેમેસ્ટરનું ભણતર વિદેશી યૂનિવર્સિટીમાં જઈને કરશે, એટલે કે આ પ્રકારના સ્ટુડન્ટનો એક્સચેન્જ પ્રોગ્રામ થશે. આના હેઠળ વધારેમાં વધારે 30 ટકા કોર્સ કે ક્રેડીટ વિદેશી યૂનિવર્સિટીથી કરવો પડશે. સ્ટુડન્ટને ડીગ્રી ભારતીય યૂનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ