બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ugc released list of 21 fake universities most are form delhi than uttar pradesh know details

સાવધાન / દેશભરની નકલી યુનિવર્સિટીની યાદી UGCએ જાહેર કરી: આ રાજ્યમાં છે સૌથી વધારે ફેક યુનિવર્સિટીઝ

Pravin

Last Updated: 05:47 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાંટ કમિશને ફેક યુનિવર્સિટીઝની યાદી જાહેર કરી છે. આ યાદીથી ખબર પડે છે કે, એવી કઈ યુનિવર્સિટીઝ છે, જે સ્ટૂડેંટ્સને ડિગ્રી આપવા માટે માન્યતા પ્રાપ્ત નથી.

  • યુજીસી દ્વારા ફેક યુનિવર્સિટીઝની યાદી જાહેર કરાઈ
  • દેશમાં કેટલી નકલી યુનિવર્સિટીઝ છે, તેની સૂચિ સામે આવી
  • સૌથી વધારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં છે ફેક યુનિવર્સિટી

 

યુનિવર્સિટી ગ્રાંટ કમિશને ફેક યુનિવર્સિટીઝની યાદી જાહેર કરી છે. આ યાદીથી ખબર પડે છે કે, એવી કઈ યુનિવર્સિટીઝ છે, જે સ્ટૂડેંટ્સને ડિગ્રી આપવા માટે માન્યતા પ્રાપ્ત નથી. યુજીસી દ્વારા આવી 21 યુનિવર્સિટીઝની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીથી જાણવા મળે છે કે, 21 નકલી યુનિવર્સિટી યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન એક્ટ 1956 વિરુદ્ધ ચાલી રહી છે. જો વાત કરીએ તો, ક્યા રાજ્યમાં સૌથી વધારે ફેક યુનિવર્સિટીઝ છે, તો સૌથી ઉપર નામ આવે છે દિલ્હીનું. દિલ્હી બાદ બીજા નંબર પર છે ઉત્તર પ્રદેશ. 

ક્યા રાજ્યમાં કેટલીય નકલી યુનિવર્સિટીઝ

દિલ્હીમાં સૌથી વધારે નકલી યુનિવર્સિટીઝ છે, જેની સંખ્યા છે આઠ. ત્યાર બાદ નંબર આવે છે કે, ઉત્તર પ્રદેશનો. જ્યા ચાર ફેક યુનિવર્સિટી છે. આ યાદીમાં આગળ નામ છે વેસ્ટ બંગાલ અને ઓડિસાનું, જ્યાં બે બે ફેક યુનિવર્સિટી છે. આ ઉપરાંત કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં એક એક ફેક યુનિવર્સિટી છે. 

ડિગ્રી આપવા માટે માન્ય નથી

UGCના એક નિવેદન અનુસાર, યુનિવર્સિટી ફક્ત ત્યારે જ ડિગ્રી આપે છે, જ્યારે યુનિવર્સિટી એક કેન્દ્રીય, રાજ્ય/ પ્રાંતિય અધિનિયમ અંતર્ગત કોઈ સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવી, જે એક ડીમ્ડ ટૂ વિદ્યાલય હોય. નિવેદનમાં આગળ કહેવાયુ છે કે, ખાસ કરીને સંસદના એક અધિનિયમ દ્વારા સશક્ત સંસ્થા પણ વિદ્યાર્થીઓને ડિગ્રી આપે છે. યુજીસીએ આજે પ્રકાશિત યુનિવર્સિટીની યાદીને સ્વયંભૂ બિન માન્યતા પ્રાપ્ત સંસ્થા જણાવી છે. જેની પાસે ડિગ્રી આપવાની શક્તિ નથી. 

આ છે દિલ્હીની ફેક યુનિવર્સિટી

અખિલ ભારતીય સાર્વજનિક અને શારીરિક વિજ્ઞાન સંસ્થા, વાણિજ્યિક વિશ્વવિદ્યાલય લિમિટેડ, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, વ્યવસાયિક વિશ્વ વિદ્યાલય, એડીઆર કેન્દ્રિત ન્યાયિક યુનિવર્સિટી, ભારતીય વિજ્ઞાન અને એન્જીનિયરિંગ સંસ્થા, સ્વરોજગાર માટે વિશ્વકર્મા મુક્ત યુનિવર્સિટી અને આધ્યાત્મિક યુનિવર્સિટી દિલ્હી નકલી સંસ્થા છે. 

આ છે યુપીની ફેક સંસ્થાઓ

યુજીસીએ ગાંધી હિન્દુ વિદ્યાપીઠ, પ્રયાગ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઈલેક્ટ્રો કોમ્પ્લેક્ષ હોમ્યોપેથી, કાનપુર નેતાજી સુભાષ ચંદ્રબોઝ યુનિવર્સિટીઝ અને ભારતીય શિક્ષણ પરિષદ, ભારત ભવન ઉત્તર પ્રદેશની સંસ્થાઓ નકલી સંસ્થા તરીકે જાહેર થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ