બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / UGC identifies 20 universities as 'fake', highest number in Delhi followed by UP

નકલી યુનિ.પર્દાફાશ / આ યુનિવર્સિટીઓમાં ભૂલથી પણ ન લેતા એડમિશન, UGCએ જાહેર કરી ફેક, જુઓ લિસ્ટ

Hiralal

Last Updated: 09:45 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ બુધવારે 20 યુનિવર્સિટીઓને નકલી જાહેર કરી છે.

  • UGCએ 20 યુનિવર્સિટીઓને નકલી જાહેર કરી 
  • વિદ્યાર્થીઓને તેમાં એડમિશન ન લેવાની સલાહ
  • દિલ્હીમાં સૌથી વધારે 8 ફેક યુનિવર્સિટી 

દેશમાં નકલી યુનિવર્સિટીઓ માથાના દુખાવા સમાન છે અને તે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરતી હોય છે. સમાયાંતરે ફેક યુનિવર્સિટીની યાદી જાહેર થતી હોય છે અને આ ક્રમમાં ફરી એક વાર ફેક યુનિ.ની યાદી જાહેર થઈ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ બુધવારે 20 યુનિવર્સિટીઓને નકલી જાહેર કરી છે. નકલી જાહેર થતાં હવે આ યુનિવર્સિટીઓને કોઈ ડિગ્રી આપવાનો અધિકાર નથી. દિલ્હીમાં સૌથી વધારે આઠ યુનિવર્સિટીઓ નકલી નીકળી છે. UGCના આ પગલાંનો હેતુ વિદ્યાર્થીઓને માન્યતા વગરની અને કપટપૂર્ણ સંસ્થાઓ પાસેથી શિક્ષણ મેળવવાની જાળમાં ફસાવાથી બચાવવાનો છે. વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ નોંધણી પહેલાં યુનિવર્સિટીઓની માન્યતાની ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે. યુજીસીના સેક્રેટરી મનીષ જોશીએ જણાવ્યું હતું કે, UGCના ધ્યાનમાં આવ્યું છે કે ઘણી સંસ્થાઓ યુજીસી એક્ટની જોગવાઇઓથી વિપરીત ડિગ્રી આપી રહી છે. આવી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રી ઉચ્ચ શિક્ષણ અથવા રોજગારના હેતુ માટે ન તો માન્યતા પ્રાપ્ત થશે કે ન તો માન્ય રહેશે."આ યુનિવર્સિટીઓ નથી અને તેમને કોઈ પણ ડિગ્રી આપવાનો અધિકાર છે.

કયા રાજ્યમાં કેટલી ફેક યુનિવર્સિટી 
સેક્રેટરી મનીષ જોશીએ 20 યુનિવર્સિટીના નામ જાહેર કર્યાં છે જેમાં દિલ્હીમાં આવી આઠ, ઉત્તર પ્રદેશમાં ચાર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં બે-બે સંસ્થાઓ છે. આ સિવાય કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને પુડ્ડુચેરીની એક-એક યુનિવર્સિટી સામેલ છે. સદનસીબે ગુજરાતની કોઈ યુનિવર્સિટી તેમાં સામેલ નથી. 

નકલી યુનિવર્સિટીઓની યાદી

નવી દિલ્હી
- ઓલ ઇન્ડિયા પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ
- કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ
- યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી
- પ્રોફેશનલ યુનિવર્સિટી
- એડીઆર-સેન્ટ્રિકલ યુનિવર્સિટી
- ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
- વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી 
- આધ્યાત્મિક યુનિવર્સિટી

ઉત્તર પ્રદેશ
- ગાંધી હિન્દી વિદ્યાપીઠ
- નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી
- નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એજ્યુકેશન

આંધ્ર પ્રદેશ
- ક્રાઈસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી
- ભારતની બાઇબલ ઓપન યુનિવર્સિટી

પશ્ચિમ બંગાળ
- ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન
- ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ

કર્ણાટક
- બડગન્વી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી

કેરળ
- સેન્ટ જ્હોન્સ યુનિવર્સિટી

મહારાષ્ટ્ર
- કિંગ અરેબિક યુનિવર્સિટી

પુડ્ડુચેરી
- શ્રી બોધી એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન

ગુજરાત સામેલ નહીં
યુનિવર્સિટીએ જે નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે તેમાં ગુજરાત સામેલ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ