બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / U19 WC Final Team India will go to win the sixth World Cup, final match against Australia today

U19 WC Final / વિજયી ભવ ટીમ ઈન્ડિયા: આજે છઠ્ઠો વર્લ્ડકપ જીતવાની તક, ઓસ્ટ્રેલીયા સામે મહામુકાબલો

Megha

Last Updated: 08:16 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત તો ઓસ્ટ્રેલિયા 14 વર્ષ બાદ ચોથી વખત ખિતાબ જીતવા પ્રયાસ કરશે.

  • અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. 
  • ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ફાઈનલ રમશે.
  • ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવા માંગે છે. 

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલો અંડર-19 વર્લ્ડ કપ 2024 હવે તેના અંત તરફ આગળ વધી ગયો છે અને ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટાઈટલ મેચમાં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. આ મેચ આજે એટલે કે 11 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે વિલોમૂર પાર્ક, બેનોની, દક્ષિણ આફ્રિકા ખાતે યોજાશે. 

ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવા માંગે છે 
બંને ટીમોએ છેલ્લી ચાર મેચમાં જીતનો સિલસિલો જાળવી રાખીને ફાઇનલમાં પ્રવેશી છે. આ કારણે આ બંને ક્રિકેટ દિગ્ગજો વચ્ચેનો અંતિમ મુકાબલો રોમાંચક હશે. ઉદય સહારનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 14 વર્ષ બાદ ચોથો અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માંગે છે. 

ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ફાઈનલ રમશે.
ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી તો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં 9મી વખત ફાઈનલ રમશે. આવી સ્થિતિમાં ભારત ફાઈનલ જીતવા માટે પ્રયાસ કરવા જઈ રહ્યું છે.આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી વિજયી રહી છે. ઉદય સહારન, સચિન ધાસ અને મુશીર ખાન જેવા ભારતીય ખેલાડીઓ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.  

ક્યાં જોઈ શકાશે અંડર-19 વર્લ્ડ કપ મેચ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકાશે. સાથે જ આ વર્લ્ડ કપની ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર થશે. ચાલો જાણીએ કેવી હોય શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન.. 

વધુ વાંચો: IND vs ENG: રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ, જાડેજાએ બેસવું પડશે બહાર? આવી હોઈ શકે પ્લેઈંગ 11

ટીમ ઈન્ડિયા સ્કવોડ: ઉદય સહારન (કેપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરાવલી અવનીશ રાવ, સૌમ્ય પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લ, રાજ લિંબાણી, નમન તિવારી.

સંભવિત પ્લેઇંગ ઇલેવન: 
આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરાવલી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, નમન તિવારી, રાજ લિંબાણી, સૌમ્ય પાંડે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ