ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Tyrannosaurus big dinosaur

OMG! / પ્રાચીન સમયનું સૌથી મોટું પ્રાણી ડાયનાસોરની ટી-રેક્સ પ્રજાતિ પાસે હતું પોતાનું ‘કુદરતી એસી’

Published By: Dhruv

Last Updated: 09:54 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયનાસોર તેમના સમયના સૌથી મોટા જીવ હોવાનું માનવામાં આવે છે. થોડા થોડા સમયે વૈજ્ઞાનિકો નવા નવા અભ્યાસ દ્વારા ડાયનાસોર અંગે નવી નવી રસપ્રદ જાણકારીઓ મેળવતા રહે છે. હવે એક નવા અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, પૃથ્વી પરનાં સૌથી મોટા માંસાહારી ડાયનાસોરોમાંના એક ટાયરેનોસોરસ રેક્સ (ટી-રેક્સ)ના માથા પર કુદરતી રીતે જ એરકન્ડીશનર લાગેલું હતું, જેની મદદથી તેઓ પોતાનું તાપમાન નિયંત્રિત કરતા હતાં.

ADVERTISEMENT

Tyrannosaurus

સંશોધકોનું માનવું છે કે, આ અભ્યાસ ટી-રેક્સ અંગેની આપણી સદીઓ જૂની અનેક ધારણાઓને મોટો પડકાર આપી શકે છે. ‘ધ એનાટૉમિકલ રેકૉર્ડ’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર, પહેલા વૈજ્ઞાનિકો માનતા હતા કે, ટી-રેક્સ (Tyrannosaurus) ની ખોપરીના ઉપરનાં ભાગમાં બે મોટા છિદ્રો હતા, તેને ડૉર્સોટેમ્પોરલ ફેનેસ્ટ્રા કહેવામાં આવે છે. આ છિદ્રો માંસપેશીઓથી ભરેલા હતા. તેનાથી ટી-રેકસને પોતાના જડબાં ઉપર-નીચે કરવામાં મદદ મળતી હતી, પરંતુ હવે સંશોધકોએ દાવો કર્યો છે કે, હકીકતમાં ટી-રેક્સની ખોપરીના ઉપરના ભાગમાં આવેલા આ છિદ્ર તેને શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરતા હતાં.

સાદા શબ્દોમાં કહીએ તો, તેની ખોપરીના ઉપરના ભાગમાં કુદરતી રૂપે જ એરકન્ડીશનર (Air Conditioner) લાગેલું રહેતું હતું. અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસૌરીના પ્રોફેસર કેસી હોલ્હિડે જણાવ્યું કે, આ બહુ વિચિત્ર વાત છે કે, એક માંસપેશી જે જડબામાંથી નીકળીને આવે છે અને 90 ડિગ્રીનો ખૂણો બનાવીને છેક ખોપરીના ઉપરના ભાગ સુધી જાય છે. તેમણે કહ્યું કે, હકીકતમાં તેનું કામ ડાયનાસોરના શરીરના તાપમાનને નિયંત્રિત કરવાનું હતું.

Tyrannosaurus

કેટલાંક સરીસૃપો અને મગર પર કરવામાં આવેલા અભ્યાસના આધારે તેમણે જણાવ્યું કે, અમારી પાસે એવા મજબૂત પુરાવાઓ છે, જે એ દાવો કરે છે કે ટી-રેક્સના માથાના ઉપરના ભાગમાં રક્તવાહિનીઓ હતી. અમેરિકામાં ફ્લોરિડાનાં સેન્ટ ઑગસ્ટાઈન એલીગેટર ફાર્મ ઝૂલૉજિકલ પાર્કમાં સંશોધકોએ મગરનાં થર્મલ ઈમેજિંગ દ્વારા આ પરીક્ષણ કર્યું હતું. યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના કેન્ટ વલિયટે જણાવ્યું કે, મગરના શરીરની ગરમી તેના પર્યાવરણ પર નિર્ભર કરે છે.

જો તે ઠંડુ હોય તો મગર વૉર્મઅપ કરીને તાપમાનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે, બિલકુલ આ જ રીતે ટી-રેક્સની ખોપરીના ઉપરના ભાગમાં પણ છિદ્રો આવેલા હતા. એ આધારે કહી શકાય કે, આ છિદ્રો ટી-રેક્સના શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરતા હશે.

Tyrannosaurus

ટી-રેક્સ
ટાયરેનોસોરસ રેક્સ એટલે કે (ટી-રેક્સ) કે જે શાકાહારી ન હોતા. આ ડાયનાસોર એવાં હિંસક હતાં કે તે તેનાં મોટા અણીદાર દાંત વડે ગમે તેવાં વિશાળકાય પ્રાણીને પણ જીવતાં ખાઇ જતાં.

રસપ્રદ વિશેષતાઃ તેનાં ખતરનાક 60 દાંત અને 6 ટનના વજન સામે બાથ ભીડવાનું અન્ય પ્રાણીઓ વિચારી પણ ન હોતા શકતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Air Conditioner OMG OMG NEWS dinosaur એર કન્ડીશનર ડાયનાસોર OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ