બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two youths die in Ganesh pandal pandal: Mishap while installing tarpaulin in Nadiad

કરૂણાંતિકા / ગણેશપંડાલ પંડાલમાં બે યુવકોના મોત: નડિયાદમાં તાડપત્રી લગાવતી વખતે દુર્ઘટના, હજુ એક ઈજાગ્રસ્ત

Priyakant

Last Updated: 10:31 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને કરંટ લાગ્યો જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થતાં ચકચા

  • નડિયાદના પીજ રોડ ઉપર ગણેશ ચતુર્થીએ સર્જાઈ કરૂણાંતિકા
  • ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને લાગ્યો કરંટ
  • વીજકરંટથી બે યુવકના મૃત્યુ,  11 KVનો વાયર માથાના ભાગે અડી જતા દુર્ઘટના બની
  • ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું કરાયું હતું આયોજન

આજે ગણેશ ચતુર્થીના દિવસે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ નડિયાદમાં ગણેશપંડાલ પંડાલમાં બે યુવકોના મોત થતાં પંથકમાં તહેવારના દિવસે શોકનો માહોલ વ્યાપી ગયો છે.  પ્રાથમિક વિગતો મુજબ ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને કરંટ લાગ્યો હતો.  જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થતાં ચકચાર મચી ગઈ છે.  આ તરફ અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

નડિયાદના પીજ રોડ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાઇ છે. વિગતો મુજબ ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેને સ્થાનિક 3 આશાસ્પદ યુવકો દ્વારા ગણેશપંડાલમાં તાડપત્રી લગાવવાણી કવાયત હાથ ધરાઇ હતી. જોકે વિધાતાને કઈક બીજું જ મંજૂર હોય તેમ ત્રણેયને તાડપત્રી લગાવતી વખતે કરંટ લાગ્યો હતો. માહિતી મુજબ 11 KVનો વાયર માથાના ભાગે અડી જતા આ દુર્ઘટના બની હતી. 

પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો 

નડિયાદના પીજ રોડ ઉપર  ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં બનેલી કરૂણાંતિકાથી પંથકમાં શોકનું મીજઉ ફરી વળ્યું છે.  વિગતો મુજબ ગણેશપંડાલ પંડાલમાં વરસાદી વાતાવરણને કારણે તાડપત્રી લગાવવા જતાં ત્રણ યુવકોને કરંટ લાગતાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આજે ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાતાં પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ