બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two people have died due to lightning in the state

કરૂણ / હાય રે વરસાદ.! ડાંગમાં બાઈક પર સવાર વ્યક્તિ પર વીજળી ત્રાટકતા મોત, અરવલ્લીમાં પણ વૃદ્ધને બાળી નાખ્યો

Dinesh

Last Updated: 09:36 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ મુશ્કેલી સર્જી છે, ડાંગમાં બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડતા મોત થયું છે તેમજ ગરબાડા તાલુકાના ટુંકીવજુમાં પણ વીજળી પડી છે.

  • ડાંગમાં બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડી
  • દાહોદ વિજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા 
  • ગરબાડા તાલુકાના ટુંકીવજુમાં વીજળી પડી

આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે તેમજ કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ વરસ્યો છે તો મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કરા સાથે વરસાદ થયો છે. ડાંગમાં વીજળી પડતા એક વ્યક્તિ મોત થયું છે જ્યારે દાહોદમાં પણ વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.

ડાંગમાં વીજળી પડી
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગાયગોઠન ગામ નજીક એક વ્યક્તિ પર વીજળી પડી છે. બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડતાં મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી

ગરબાડા તાલુકાના ટુંકીવજુમાં પડી વીજળી 
દાહોદ જિલ્લાના અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ગરબાડા તાલુકાના ટુંકીવજુમાં વીજળી પડી છે. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જ્યાં એક મહિલા પર વીજળી પડી હતી જે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

મહીસાગરમાં કરા પડ્યા
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. વીરપુરના ચીખલી, જોઝા, કોયડમ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

બોડેલીમાં કરા સાથે કમોસમી વરસાદ
છોટાઉદેપુરના બોડેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઉમરપાડામાં કરા પડ્યાં
સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉમરપાડામાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.  માવઠાને લઇ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ