બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Two helicopters collided in Australia, 4 people died and 13 were injured

આકાશી એક્સિડન્ટમાં 4ના મોત / VIDEO : 2 હેલિકોપ્ટર્સની હવામાં થઈ જોરદાર ટક્કર, ભંગાર નીચે પડતા સહેલાણીઓ જીવ લઈને નાઠા

Hiralal

Last Updated: 04:14 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયામાં હવા બે હેલિકોપ્ટર્સ વચ્ચે જોરદાર ટક્કર થતા 4 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે.

  • હવે તો આકાશ પણ સલામત નથી
  • ઓસ્ટ્રેલિયામાં હવામાં બે હેલિકોપ્ટર અથડાયા
  • ફુરચેફૂરચા ઉડી ગયા હેલિકોપ્ટરના
  • 4 લોકોના મોત, 13 લોકો ઘાયલ 

હવે તો આકાશમાં પણ અકસ્માત થવા લાગ્યાં છે. બીચ પર દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વચ્ચે ઓસ્ટ્રેલિયાથી વધુ એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે જ્યાં બે હેલિકોપ્ટર વચ્ચેની ટક્કરમાં ચાર લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર થયા બાદ હેલિકોપ્ટર નીચે પડતાં દરિયા કિનારે મજા માણી રહેલા સહેલાણીઓ જીવ લઈને નાઠા હતા. 

મરિન થીમ પાર્કમાં ટક્કર બાદ નીચે પડ્યાં બે હેલિકોપ્ટર 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મરિન થીમ પાર્ક પાસે બની હતી, જ્યારે બે હેલિકોપ્ટર એકબીજા સાથે ટકરાયા હતા. નવાઈની વાત તો એ છે કે એ સમયે પાર્કમાં ઘણા બધા લોકો હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને 13થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં  હેલિકોપ્ટરના પાઈલટ અને ત્રણ લોકોનો સમાવેશ થાય છે.

એક હેલિકોપ્ટર ક્રેશ, બીજું બીચ પર ઉતર્યું 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં એક હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્રેશ થયું હતું. જ્યારે બીજું હેલિકોપ્ટર રેતીની વચ્ચે ઉતરવામાં સફળ રહ્યું હતું, પરંતુ તે હેલિકોપ્ટરના કોઈ પણ મુસાફરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ તરત જ ત્યાં હાજર લોકોએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ