ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / twitter office bathrooms smell bad employees forced to bring their own toilet paper

હાલત ખરાબ / Twitter ના કર્મચારીઓ ઑફિસમાં ટોયલેટ પેપર લાવવા મજબૂર, Elon Musk એ હવે નવું શું કર્યું

Published By: MayurN

Last Updated: 12:49 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના બાથરૂમમાંથી દુર્ગંધ આવે છે. જેના કારણે કર્મચારીઓને પોતાનું ટોઇલેટ પેપર લાવવાનું કહેવામાં આવી રહ્યું છે. સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે.

ADVERTISEMENT

  • ટ્વિટરની ઓફીસ પર ગંદકી અને મુશ્કેલીઓ
  • કર્મચારીઓને પોતાનું ટોઇલેટ પેપર લાવવા કહેવાયુ
  • બાથરૂમમાંથી દુર્ગંધ, સફાઈ કર્મચારીઓ હડતાલ પર

ટ્વિટર પર અવારનવાર કોઈ ફેરફારોના સમાચાર આવતા જ રહે છે. એલન મસ્ક સતત બદલતા રહે છે. એલન મસ્ક પણ અડધાથી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂક્યા છે. પરંતુ, હવે એવું લાગે છે કે ટ્વિટર ઓફિસમાં બધુ બરાબર નથી. ઘણી મુશ્કેલીઓનો સામનો એલન અને કંપનીનો સ્ટાફ કરી રહ્યા છે. 

ટોઇલેટમાં ટોઇલેટ પેપર નથી
રિપોર્ટ્સ અનુસાર ટ્વિટરના બાથરૂમમાંથી દુર્ગંધ આવે છે. જેના કારણે કર્મચારીઓને પોતાનું ટોઇલેટ પેપર લાવવાનું કહેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓની છટણી બાદ આવી સ્થિતિ આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું કે ટોઇલેટમાં ટોઇલેટ પેપર નથી. બાથરૂમની સફાઈ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કારણ કે તેઓ વધુ પૈસાની માંગણીને લઈને હડતાળ પર હતા. ન્યૂયોર્ક ટાઈમ્સે આ અંગે અહેવાલ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ઓફિસમાં સુરક્ષા સેવા પણ ઉપલબ્ધ નથી  .

કર્મચારીઓની ગેરહાજરીને કારણે મુશ્કેલી પડી રહી છે
બાથરૂમ સફાઈ કર્મચારીઓની ગેરહાજરીના કારણે ઓફિસના બાથરૂમ ગંદા બની ગયા છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઓફિસમાંથી સડેલ ખોરાકની ગંધ આવે છે. સપ્લાયર્સને બદલવા માટે સ્ટાફ ન હોવાને કારણે કામદારોને ટોઇલેટ પેપર લાવવું પડે છે. અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓને બે માળ પર ખસેડવામાં આવ્યા છે અને બાકીના ચાર માળ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય ટ્વિટરે તેની સિએટલ બિલ્ડિંગમાં ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું છે, જેના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

માત્ર બે ઓફિસો ચાલુ રાખી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરની ઓફિસ હવે માત્ર ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં જ રહેશે. મસ્કે તેની ન્યૂયોર્કની ઘણી ઓફિસોમાંથી ક્લીનર્સ અને સિક્યોરિટી ગાર્ડ્સને પણ હટાવ્યા છે. જો કે, મસ્ક અન્ય ક્ષેત્રોમાં નાણાં ખર્ચી રહ્યા છે. તેઓએ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી અન્ય કંપનીઓમાંથી ઘણા નવા કર્મચારીઓની ભરતી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk employees smell bad toilet paper twitter office elon musk twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ