બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / tv ramayan sita actress deepika chikhalia reaction on ramayan fees national award padmashree award
દૂરદર્શને જ્યારથી રામાનંદ સાગરે બનાવેલો ધાર્મિક શો 'રામાયણ' નો રી ટેલીકાસ્ટ કર્યો છે ત્યારેથી સીરિયલ જોરદાર ચર્ચામાં છે. એક સમયમાં સૌથી વધારે હિટ રહેલી સીરિઝ 'રામાયણ' આ સમયમાં પણ દુનિયાભરમાં ઘણા રેકોર્ડ્સ તોડી ચુકી છે. તો બીજી બાજુ 'રામાયણ'માં મહત્વના પાત્ર ભજવનાર પણ ખૂબ ચર્ચામાં આવી ગયા છે. લોકો આ કલાકારો વિશે જાણવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ આ વચ્ચે 'રામાયણ'માં માતા સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. એમને 'રામાયણ'ની ફી સાથે સાથે યોગ્ય સમ્માન નહીં મળવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
રામાયણ ધારાવાહિક પ્રસારણ બાદ એને દર્શકોનો એટલો જોરદાર પ્રેમ મળ્યો કે દુનિયાભરમાં સૌથી વધુ જોવાતો શો પણ બની ગયો. તો આ વચ્ચે માતી સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ મીડિયા રિપોર્ટ સાથે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. વાસ્તવમાં તાજેતરમાં કેન્દ્રી. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે 'રામાયણ'ના નિર્માચા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરને પત્ર લખીને ધન્યવાદ આપ્યો છે અને કહ્યું હતું કે નવી પેઢી માટે રામાયણ વરદાન સાબિત થયું છે. આ મામલે દીપિકાએ વાત કરી છે.
એનું કહેવું છે કે 'દર્શકો'એ તો ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ એ વખતે સરકાર તરફથી કોઇ જવાબ મળ્યો નહતો. ના ક્યારેય કોઇ નેશનલ એવોર્ડ મળ્યો. ના કોઇ પદ્મ સમ્માન. એને એવું પણ જણાવ્યું કે એ વખતે રામાયણમાં કામ કરવાનું મહેનતાણું પણ એટલું મામૂલી હતું કે ત્યારે પણ જણાવવામાં શરમ આવતી હતી અને આજે પણ શરમ આવે છે. એનું માનવું છે કે 'રામાયણ'ને આજે પણ દર્શકોનો આટલો પ્રેમ એટલો મળ્યો કે કારણ કે એ સમયમાં આ ધારાવાહિકથી જોડાયેલા દરેક શખ્સે મહેનત કરી હતી.
ADVERTISEMENT
એને આગળ કહ્યું કે 'અમે તમામ કલાકરોએ પૈસા માટે ક્યારેય પણ એવું કોઇ કામ કર્યું નથી. જેનાથી દર્શક ઇમોશનલી હર્ટ થાય.' એમને કહ્યું કે અમે એવોર્ડ માંગી રહ્યા નથી., પરંતુ પૉઇન્ટ આઉટ જરૂર કરી રહ્યા છીએ કે મોદી સરકારે જે રીતે રામાયણ સીરિયલને એક વખત ફરીથી દુનિયાની સામે લાવવાનું કામ કર્યું છે. હવે આગળ મોદીજીને લાગે કે રામાયણની ટીમે કલ્ચર અને લિટ્રેચરમાં કેટલાક કામ કર્યા છે તો એ અમે પદ્મ સમ્માનોથી સમ્માનિત કરવા માટે વિચારે.
જણાવી દઇએ કે 'રામાયણ' દૂરદર્શન પર લગભગ 3 દશકોના લાંબા ગેપ બાદ એક વખત ફરીથી રી રિલીઝ કરવામાં આવી હતી તો દર્શકોમાં આ ધાર્મિક શો નો જોરદાર ક્રેઝ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.