બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 13 વર્ષના બાળકે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત

વિશ્વ / 13 વર્ષના બાળકે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત

Bijal Vyas

Last Updated: 04:32 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીયેમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો. જેમાં એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે જ્યારે લગભગ 13 લોકો ઘાયલ થયા છે.

તુર્કીયેમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો. જેમાં એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે જ્યારે લગભગ 13 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે ત્યાર બાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી. હજી 6 ઘાયલોની હાલત ગંભીર છે.

ગવર્નર મુકેર્રમ ઉનલુએરે જણાવ્યું કે હુમલાખોર આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પોતાના બેગમાં પાંચ હથિયાર અને સાત મેગેઝીન લઈને શાળાએ પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ હથિયારો તેના પૂર્વ પોલીસ અધિકારી પિતાના હોઈ શકે છે.

આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી. ગવર્નરના મતે, હુમલાખોર શાળાની અંદર બે ક્લાસરુમાં ઘૂસ્યો જ્યાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. તેણે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સર્જરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આતંકી હાફિઝ સઈદના રાઈડ હેન્ડ હમઝાની પાકિસ્તાનમાં ગોળી મારીની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ કર્યું ફાયરિંગ

જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદ્યા બાળકો

ઘટનનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં જોવા મળ્યું કે ગોળીબાર દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળાના બીજા માળેથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

CCTV ફૂટેજમાં હુમલાખોરને શાળાના કોરિડોરમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરતા પણ જોવામાં આવ્યો. જોકે, આ ફૂટેજની પુષ્ટિ થઈ નથી. ઘટના બાદ ન્યાય મંત્રી અકીન ગુરલેકે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

9 killed student turkey school shooting shoots self
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ