બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 01:44 PM, 20 November 2023
ADVERTISEMENT
સનાતન ધર્મમાં તુલસી વિવાહના દિવસે માંગલિક કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. દેવશયની એકાદશી પછી 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકતા નથી. દેવઉઠી અગિયારસના બીજા દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ થાય છે અને તે દિવસથી માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.
તુલસી વિવાહના દિવસે વિવાહ થઈ શકે છે
તુલસી વિવાહના દિવસે ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, દેવઉઠી અગિયારસ પછી તુલસી માતા અને ભગવાન વિષ્ણુના લગ્ન થાય છે અને આ દિવસને તુલસી વિવાહ કહેવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ દિવસે વિવાહ કરવા તે શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ગૃહ દોષ તથા અન્ય કારણોસર લગ્ન નથી થઈ શકતા તો તુલસી વિવાહના દિવસે નિશ્ચિંત થઈને લગ્ન કરી શકે છે.
ADVERTISEMENT
તુલસી વિવાહના દિવસે તુલસી પર જળ અર્પણ કરો
23 નવેમ્બરે દેવઉઠી અગિયારસ છે અને 24 નવેમ્બરે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને પાતાળ લોકમાંથી વૈંકુઠ આવે છે. જેના બીજા દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના લગ્ન થાય છે, જેને તુલસી વિવાહ કહેવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને તુલસી પર જળ ચઢાવવું તે શુભ માનવામાં આવે છે. જો કોઈ દંપતી આ દિવસે તુલસી પર જળ ચઢાવે અને સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તો વૈવાહિક જીવન સુખમયી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.