બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વોટર ID મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન! ભારતના CEC જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કરી કહ્યું, USએ ભારત પાસેથી શીખવું જોઈએ

વર્લ્ડ / વોટર ID મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન! ભારતના CEC જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કરી કહ્યું, USએ ભારત પાસેથી શીખવું જોઈએ

Published By: Jinal Chauhan

Last Updated: 09:50 AM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં વોટર IDને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે.ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને અમેરિકાએ ભારત પાસેથી શીખવું જોઈએ તેમ કહ્યું છે.તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના સવાલનો પણ ઉલ્લેખ કર્યો છે.ટ્રમ્પે અમેરિકામાં દરેક મતદાર માટે ફોટો ID ફરજિયાત કરવાની ફરી માંગ કરી છે.

અમેરિકામાં વોટર IDને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને અમેરિકામાં વોટર ID ફરજિયાત કરવાની તરફેણ કરી છે. ટ્રમ્પે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે જ્ઞાનેશ કુમારે અમેરિકામાં ફોટો ID વગર ચૂંટણી કેવી રીતે યોજાય છે તે અંગે સવાલ કર્યો હતો.

ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનો કર્યો ઉલ્લેખ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો કે ભારતની છેલ્લી લોકસભા ચૂંટણીમાં 64 કરોડ 60 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે એક ટકાથી પણ ઓછા મતદારોએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યો હતો.

દરેક મતદાર પાસે ફોટો ID હોવાનો ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે ભારતમાં મતદાન કરનારા દરેક મતદાર પાસે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ હતો. તેમણે આ વ્યવસ્થાને અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા સાથે સરખાવી હતી. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકામાં પણ મતદાન દરમિયાન ઓળખની કડક વ્યવસ્થા હોવી જોઈએ.

screenshot_2026-08-18_at_6.57.34_am

જ્ઞાનેશ કુમારના સવાલનો કર્યો ઉલ્લેખ

ટ્રમ્પે દાવો કર્યો કે આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના પ્રશાસનને સવાલ કર્યો હતો કે અમેરિકામાં માન્ય ફોટો ID વગર ચૂંટણી કેવી રીતે યોજી શકાય છે. ટ્રમ્પે આ વાતનો ઉપયોગ અમેરિકામાં વોટર ID લાગુ કરવાની પોતાની માંગને મજબૂત કરવા માટે કર્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકાની જેલમાં ગુજરાતી ડોક્ટરનું મોત, ધંધાને બદલે જમાવ્યું હતું ગુનાઓનું સામ્રાજ્ય, 34 કેસ હતા દાખલ

SAVE America Actને લઈને ટ્રમ્પનું સમર્થન

ટ્રમ્પે અમેરિકામાં SAVE America Act પસાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. આ કાયદા હેઠળ મતદાર તરીકે રજિસ્ટ્રેશન વખતે અમેરિકન નાગરિકતાનો પુરાવો રજૂ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ છે. સાથે જ સમગ્ર દેશમાં વોટર ID વ્યવસ્થા લાગુ કરવાની અને પોસ્ટલ વોટિંગ પર નિયંત્રણો વધારવાની વાત કરવામાં આવી છે.

અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે મતભેદ

વોટર ID અને ચૂંટણી વ્યવસ્થાને લઈને અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે લાંબા સમયથી મતભેદ છે. ટ્રમ્પ આ કાયદાને ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે જરૂરી ગણાવી રહ્યા છે. બીજી તરફ કાયદાને લઈને અમેરિકાની રાજનીતિમાં હજુ પણ સહમતિ બની નથી. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ ટ્રમ્પની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને તેમના નિવેદન સાથે સહમતિ દર્શાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Voter ID Gyanesh Kumar Donald Trump

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ