બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કુંવારી યુવતીઓને મારી તેમના લોહીથી ન્હાતી હતી આ રાણી? જાણો ‘બ્લડ કાઉન્ટેસ’ની ખૌફનાક કહાની
Last Updated: 01:03 PM, 18 August 2026
ઇતિહાસમાં એવા ઘણા શાસકોની કથાઓ છે જેમની ક્રૂરતા આજે પણ માણસના રૂંવાડાં ઊભા કરી દે છે. આવી જ એક કથા હંગરીની કાઉન્ટેસ એલિઝાબેથ બાથરીની છે. તેના પર દાસીઓ અને ખેડૂત પરિવારોની યુવતીઓને ત્રાસ આપવાના તથા તેની હત્યા કરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદની વાર્તાઓમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તે યુવતીઓના લોહીથી સ્નાન કરતી હતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે, તેનાથી તેની યુવાની અને સુંદરતા જળવાઈ રહેશે. જોકે, ઇતિહાસકારો તેના લોહીથી સ્નાન કરવાના કિસ્સાને મોડેથી રચાયેલી દંતકથા માને છે.
આલિશાન મહેલમાં ચાલતો હતો ખૌફનાક ખેલ
ADVERTISEMENT
આ કહાની 17મી સદીના શરૂઆતના વર્ષોની છે. 29 ડિસેમ્બર, 1609 અથવા 1620ના રોજ, રાજા મથિયાસના આદેશથી કાઉન્ટ જ્યોર્જી થુર્ઝો હંગરીના સેજ્ટે કિલ્લા પર પહોંચ્યા. ત્યાં, કથિત રીતે તેમણે બાથોરીને યુવતીઓ પર અત્યાચાર ગુજારતી દેખાઇ.
બાથોરી તે વિસ્તારમાં તેની ક્રૂરતા માટે પહેલેથી જ બદનામ હતી. તેના પર નોકરો અને ગરીબ ખેડૂતોને ત્રાસ આપવાના તેમજ તેમની હત્યા કરવાના સતત આરોપો લાગતા હતા. જોકે, તેના ઉચા ખાનદાન અને પ્રભાવશાળી સંબંધીઓએ તેને સુરક્ષા પૂરી પાડી હતી; આ જ કારણસર, લાંબા સમય સુધી કોઈએ તેની સામે પગલાં લેવાની હિંમત કરી ન હતી.
ADVERTISEMENT

મોટા ખાનદાનમાં થયો હતો જન્મ
ADVERTISEMENT
એલિઝાબેથ બાથોરીનો જન્મ 1560માં ટ્રાન્સિલવેનિયાના એક અત્યંત પ્રભાવશાળી પરિવારમાં થયો હતો. તેમના સંબંધીઓમાં રાજાઓ, કાર્ડિનલ, શૂરવીર અને ન્યાયાધીશોનો પણ સામેલ છે.
જોકે, તેના પરિવારમાં અમુક એવા સભ્યો હતા જેમની બાબતમાં અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક વાતો કહેવામાં આવતી હતી. ઉપલબ્ધ વિગતો અનુસાર, તેના એક કાકાએ તેને શેતાની પ્રથાઓથી પરિચિત કરાવ્યો હતો, જ્યારે પરિવારની એક મહિલા સભ્યએ તેને જાતીય વિકૃતિ અને ક્રૂર વર્તન વિશે શીખવ્યું હતું.
ADVERTISEMENT
15 વર્ષની વયે બાથોરીના લગ્ન કાઉન્ટ નદાશી સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતી સારવાર કિલ્લામાં રહેવા લાગ્યું. કહેવાય છે કે, પોતાની પત્નીની ક્રૂર વૃત્તિઓ જોઈને તેના પતિએ કિલ્લાની અંદર જ તેના માટે ટોર્ચર ચેમ્બર બંધાવ્યુ હતુ.
દાસીઓના શરીર પર મધ લગાવીને તેની પર કીડીઓ છોડી દેતી
ADVERTISEMENT
બાથરી પર તેની દાસીઓને અસહ્ય પીડાઓ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કહેવાય છે કે, તે યુવતીઓના નખની નીચે સોય અને ટાંકણીઓ ખૂંચવતી હતી. ઘણીવાર તે યુવતીઓને બાંધીને તેમના શરીર પર મધ લગાવી દેતી અને તેમને મધમાખીઓ તથા કીડીઓ વચ્ચે ખુલ્લામાં છોડી દેતી હતી. યાતનાના આ કૃત્યો એટલા ક્રૂર હતા કે પીડિતોની હાલત અત્યંત ભયાનક બની જતી હતી. તેણે પતિ પણ ક્રૂરતાના આ કૃત્યોમાં સામેલ હતો. જોકે, કેટલાક અહેવાલો અનુસાર, તે ક્યારેક બાથરીની હિંસક વૃત્તિઓ પર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરતો હતો.
પતિના મોત બાદ વધી ગઇ ક્રૂરતા
બાથરીના પતિનું મૃત્યુ 1600ના દાયકાની શરૂઆતમાં થયું હતું. ત્યારબાદ, તેના પર વધુ ક્રૂર બની જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેની ભૂતપૂર્વ નર્સ ઇલોના જો અને સ્થાનિક મહિલા ડોરોટ્યા સેન્ટેસની મદદથી તેણે કથિત રીતે ગરીબ પરિવારોની છોકરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ છોકરીઓનું અપહરણ કરીને તેમને કિલ્લામાં લાવવામાં આવતી અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો.

કહેવાય છે કે, બાથરી તેના શિકારોના શરીરને વિકૃત કરતી હતી. કથિત રીતે એક છોકરીને તેના પોતાના શરીરનું માંસ રાંધીને ખાવાની ફરજ પાડવામાં આવી હતી. તે પોતે પણ તે છોકરીઓનું માંસ રાંધીને ખાતી હતી.
શું ખરેખરમાં તે લોહીથી નહાતી હતી?
આ એ વાર્તા છે જેના કારણે એલિઝાબેથ બાથરીનું નામ ઇતિહાસની સૌથી ભયાનક મહિલાઓમાં સામેલ થયું. લોકવાયકા મુજબ, બાથરી માનતી હતી કે, યુવતીઓના લોહીથી ઉંમરને રોકી શકાય છે અને તેનું સૌંદર્ય જાળવી શકાય છે, આ માન્યતામાંથી જ તે જાણીતી કથાનો જન્મ થયો કે તે યુવતીઓના લોહીથી સ્નાન કરતી હતી.
આ વાર્તાને કારણે જ તે પાછળથી 'બ્લડ કાઉન્ટેસ' તરીકે ઓળખાવા લાગી અને કેટલાક લોકોએ તેને 'વેમ્પાયર' જેવા પ્રાચીન ઐતિહાસિક પાત્રો સાથે જોડવામાં આવી.
જોકે, અહીં એક મહત્વની બાબત ધ્યાનમાં લેવા જેવી છે: તેના લોહીમાં સ્નાન કરવાના કિસ્સાને સમર્થન આપે તેવા કોઈ નક્કર ઐતિહાસિક પુરાવા નથી. આ દાવાને એવી દંતકથાઓનો ભાગ માનવામાં આવે છે જે પાછળથી લોકપ્રિય બની હતી. જોકે, એ વાત ચોક્કસ છે કે યુવતીઓ પર અત્યાચાર અને તેમની હત્યા કરવા અંગે તેના પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.
જ્યારે શિકાર અમીર પરિવારોની છોકરીઓ બનવા લાગી...
લાંબા સમય સુધી બાથરી સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે સ્થાનિક વહીવટીતંત્રમાં તેના પરિવારનો ભારે પ્રભાવ હતો. જોકે, જ્યારે તેના કથિત પીડિતો માત્ર ગરીબ પરિવારોની છોકરીઓ પૂરતા સીમિત ન રહ્યા, ત્યારે આખરે પરિસ્થિતિ બદલાઈ ગઈ.

તેમના પર સ્થાનિક ઉમરાવ પરિવારોની પુત્રીઓને નિશાન બનાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાજા મૈથિયાસે આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો. જાન્યુઆરી 1611માં બાથરી અને તેના સાથીદારો પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેમના પર 80 હત્યાઓનો આરોપ હતો. તેમના સાથીદારોને દોષિત ઠેરવીને સજા આપવામાં આવી હતી, પરંતુ બાથરીને મૃત્યુદંડની સજા આપવામાં આવી ન હતી.
મહેલના એક રુમમાં કેદ કરી દીધી
બાથરીને તેના પોતાના કિલ્લામાં આવેલા એક રુમમાં કેદ કરવામાં આવી હતી. તે રુમમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો, માત્ર હવા અને ખોરાકની અવરજવર માટે નાના છિદ્રો રાખવામાં આવ્યા હતા.
તેણી લગભગ ત્રણ વર્ષ સુધી આ રીતે કેદમાં રહી. ઓગસ્ટ 1614માં, એલિઝાબેથ બાથરી તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના મૃત્યુના સદીઓ પછી પણ તેનું નામ ક્રૂરતા, રહસ્ય અને ભયાનક કથાઓ સાથે જોડાયેલું રહ્યું છે. જોકે તેના પર આરોપિત ગુનાઓની સંખ્યા અને 'લોહીમાં સ્નાન' જેવી કહાનીઓની ઐતિહાસિક સત્યતા અંગે આજે પણ ચર્ચા-વિચારણા થાય છે, તેમ છતાં એલિઝાબેથ બાથરીની વાર્તા નિઃશંકપણે ઇતિહાસની સૌથી રહસ્યમય અને ભયાનક કથાઓમાં સ્થાન ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.