ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:37 AM, 28 August 2026
ADVERTISEMENT
નેપાળ-ચીન સરહદ નજીક આવેલા વિસ્તારોમાં અચાનક આવેલી ભીષણ બાઢે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફત વચ્ચે અમેરિકાએ નેપાળને શક્ય તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ નેપાળના નેતૃત્વ સાથે સંપર્ક કર્યો છે અને જરૂરિયાત મુજબ દરેક પ્રકારની મદદ આપવાની ઓફર કરી છે. તેમણે નેપાળ સાથે અમેરિકાના સારા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
નેપાળ-ચીન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં અચાનક આવેલા પૂરથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પૂરનું પાણી એટલી ઝડપથી વધ્યું કે અનેક મજબૂત બાંધકામો પણ તેની ઝપેટમાં આવી ગયા.ડોનાલ્ડ ટ્રમ્પે નેપાળની સ્થિતિને અત્યંત ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું કે ત્યાં બનેલી મજબૂત ઇમારતો પણ જાણે ટૂથપિકની જેમ પાણીમાં વહી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
ADVERTISEMENT
President Trump on Nepal floods: "It's terrible. We've called Nepal; we've offered any help that they need.. It's a terrible thing. We're sending aid, and we've spoken to the leadership and we let them know anything they want, we'll have." pic.twitter.com/VWQMMCTpid
— Open Source Intel (@Osint613) August 27, 2026
ADVERTISEMENT
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પહેલાથી જ નેપાળના નેતૃત્વના સંપર્કમાં છે. અમેરિકાએ નેપાળને જરૂરિયાત મુજબ તમામ પ્રકારની મદદ આપવાની ઓફર કરી છે.ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે નેપાળને જે પણ મદદની જરૂર હોય તે અમેરિકા પાસેથી માંગી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા મદદ મોકલી રહ્યું છે અને નેપાળને મુશ્કેલીના સમયમાં એકલું નહીં છોડવામાં આવે.

ADVERTISEMENT
નેપાળમાં આવેલા પૂર બાદ અમેરિકી પ્રશાસનની ચિંતા પણ વધી છે. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર પૂરથી પ્રભાવિત વિસ્તારમાં રહેલા 90 જેટલા અમેરિકી નાગરિકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી.વિદેશ વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં ત્રણ અમેરિકી નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હાલ કોઈ અમેરિકી નાગરિકના મોતની માહિતી મળી નથી. અધિકારીઓ અસરગ્રસ્ત અમેરિકી નાગરિકોની માહિતી એકત્ર કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર: 392નાં મોત, 1,500થી વધુ ગુમ; US-ભારતની મદદ
ADVERTISEMENT
ટ્રમ્પે જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં લગભગ 50થી 60 અમેરિકી નાગરિકો હાજર હોવાની માહિતી હતી. જોકે અમેરિકાને હજુ સુધી તમામ લોકોની સંપૂર્ણ યાદી મળી નથી.આ દરમિયાન ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે નેપાળમાં રહેલા અમેરિકી નાગરિકો સુરક્ષિત હશે. અમેરિકી અધિકારીઓ સ્થાનિક સ્તરે સંપર્ક અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે.
નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે અમેરિકાએ અગાઉ પણ મદદની જાહેરાત કરી હતી. બુધવારે અમેરિકાએ આપત્તિ રાહત કામગીરીમાં સહાય માટે એક ડિઝાસ્ટર રિસ્પોન્સ એડવાઇઝર મોકલવાની જાહેરાત કરી હતી.આ સાથે અમેરિકાએ નેપાળને આપત્તિ રાહત માટે 5 લાખ ડોલરની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પના નિવેદન બાદ જરૂરિયાત મુજબ વધુ મદદ ઉપલબ્ધ કરાવવાની અમેરિકાની તૈયારી સ્પષ્ટ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો