ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / થોડી તો શરમ કરો! નેપાળ પૂરમાં મહિલાના મૃતદેહમાંથી સોનાના ઘરેણાં લૂંટતા લોકો નજરે પડ્યાં

ઘોર કળિયુગ / થોડી તો શરમ કરો! નેપાળ પૂરમાં મહિલાના મૃતદેહમાંથી સોનાના ઘરેણાં લૂંટતા લોકો નજરે પડ્યાં

Published By: Jinal Chauhan

Last Updated: 12:10 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ભીષણ પૂરની વચ્ચે માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો પૂરથી મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહમાંથી સોનાની બુટ્ટીઓ કાઢતા જોવા મળે છે.

ADVERTISEMENT

નેપાળમાં ભીષણ પૂરની વચ્ચે માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો પૂરથી મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહમાંથી સોનાની બુટ્ટીઓ કાઢતા નજરે પડ્યા છે.વીડિયો વાયરલ થયા બાદ નેપાળ પોલીસ એક્શનમાં આવી હતી અને મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાના આરોપમાં કેટલાક લોકોને ઝડપી લીધા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે.

મહિલાના મૃતદેહમાંથી સોનાની બુટ્ટી કાઢી

વાયરલ થઈ રહેલો વીડિયો લગભગ 41 સેકન્ડનો હોવાનું સામે આવ્યું છે. તેમાં બે લોકો એક મહિલાના મૃતદેહને લાકડાના પાટિયાની મદદથી ખેંચીને લઈ જતા જોવા મળે છે. ત્યારબાદ તેઓ મહિલાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢતા નજરે પડે છે.આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસ કેટલાક લોકો પણ ઉભા હોવાનું વીડિયોમાં દેખાય છે. કેટલાક લોકો પોતાના મોબાઇલ ફોનથી આ ઘટનાનો વીડિયો પણ બનાવી રહ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી.

વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ નેપાળ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાના આરોપમાં સંડોવાયેલા લોકોને ઝડપી લીધા છે.નેપાળ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. પોલીસે વાયરલ વીડિયોના કેટલાક ભાગ પણ શેર કર્યા હતા. આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

પૂરની આફત વચ્ચે શરમજનક ઘટના

નેપાળ અને તિબેટમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. પૂર અને કાટમાળના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.આવી ગંભીર સ્થિતિ વચ્ચે મહિલાના મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપત્તિના સમયે મૃતકો સાથે પણ આ પ્રકારનું અમાનવીય વર્તન થતાં માનવતા સામે સવાલો ઊભા થયા છે.

લગભગ 400 લોકોના મોતનો દાવો

આ વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં લગભગ 400 લોકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે નેપાળ અને તિબેટની સરહદ નજીકના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી સામે આવી છે.પૂરના કારણે અનેક લોકો ફસાયા છે. રસ્તાઓ તૂટી જવાથી અને પુલો ધોવાઈ જવાથી રાહત અને બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ હિમાલયના હિમનદી તળાવો બન્યા ખતરો, બિહાર-યુપી-ઉત્તરાખંડમાં GLOFનું જોખમ

290 ભારતીય નાગરિકોની પણ શોધખોળ

પૂરની આફતમાં કેટલાક ભારતીય નાગરિકો પણ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ભારત સરકાર લાપતા થયેલા પોતાના નાગરિકોની શોધખોળ કરી રહી છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં ચારે તરફ કાદવ અને કાટમાળ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નવી બનેલી એક ઝીલમાં પાણીનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વધુ નુકસાન ન થાય તે માટે બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Viral Video Nepal Police

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ