બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર કારમાંથી ગન-ગોળીઓ મળી, શંકાસ્પદ ઝડપાયો; શું હુમલાનો હતો પ્લાન?

વિશ્વ / ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર કારમાંથી ગન-ગોળીઓ મળી, શંકાસ્પદ ઝડપાયો; શું હુમલાનો હતો પ્લાન?

Published By: Nidhi Panchal

Last Updated: 08:09 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા મુલાકાત પહેલાં તેમની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા વધી છે. લોસ એન્જલસ નજીક આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બહાર હથિયાર સાથે એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા મુલાકાત પહેલાં લોસ એન્જલસ નજીક આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બહાર એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગ (LACSD) અનુસાર ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ 38 વર્ષીય જીનીન જોન ટેલે તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ડાઉનીનો રહેવાસી છે. ટ્રમ્પની મુલાકાત પહેલાં થયેલી આ કાર્યવાહી બાદ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

trump-normal

ગોલ્ફ ક્લબના પાર્કિંગ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો

શેરિફ વિભાગના જણાવ્યા મુજબ રવિવારે ગોલ્ફ ક્લબના પાર્કિંગ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. તેની કારની તપાસ દરમિયાન એક પિસ્તોલ અને પ્રતિબંધિત બખ્તર-વેધન (Armor-Piercing) ગોળીઓ મળી આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી ગોલ્ફ ક્લબના કેમ્પસમાં ફરી રહ્યો હતો તેમજ ત્યાંના ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો. સાથે જ તે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યો હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

દારૂગોળો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી

શંકાસ્પદ વ્યક્તિની છુપાયેલા હથિયાર તથા પ્રતિબંધિત દારૂગોળો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ હાલમાં યુએસ સિક્રેટ સર્વિસ અને એફબીઆઈની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ સંયુક્ત રીતે કરી રહી છે. આરોપી હાલમાં કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. જોકે અત્યાર સુધી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું નથી કે તેનો સીધો હુમલો કરવાનો ઈરાદો હતો કે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે કેલિફોર્નિયામાં રિપબ્લિકન નેશનલ કમિટી (RNC)ના ફંડ રેઝિંગ ડિનરમાં ભાગ લેવાના હોવાથી આ ઘટનાને મહત્વપૂર્ણ સુરક્ષા ખતરા તરીકે જોવામાં આવી રહી છે.

હુમલા અથવા હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા

ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ અનેક વખત હુમલા અથવા હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે. 26 એપ્રિલ, 2026ના રોજ વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસના પત્રકારો સાથેના કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન અચાનક ગોળીબાર થયો હતો. સુરક્ષા અધિકારીઓએ ટ્રમ્પને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્યક્રમ દરમિયાન સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બાદમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને તેને "બીમાર" વ્યક્તિ ગણાવી હતી. હુમલાનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

રેલી દરમિયાન ટ્રમ્પ પર સૌથી ગંભીર હુમલો થયોs

13 જુલાઈ, 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર સૌથી ગંભીર હુમલો થયો હતો. 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે છત પરથી AR-15 શૈલીની રાઇફલથી ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગોળી ટ્રમ્પના જમણા કાનને અડીને પસાર થઈ હતી. હુમલામાં ટ્રમ્પના સમર્થક કોરી કોમ્પેરેટોરનું મોત થયું હતું જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા. સિક્રેટ સર્વિસના કાઉન્ટર-સ્નાઇપરોએ હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2024માં ઈરાન સાથે જોડાયેલા તત્વો દ્વારા ટ્રમ્પને નિશાન બનાવવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પણ અમેરિકન એજન્સીઓએ પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચો : આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાચાલકોની હડતાળ, CNGના ભાવ વધારા સામે વિરોધ

15 સપ્ટેમ્બર, 2024ના રોજ ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ગોલ્ફ કોર્સ પર પણ ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. 59 વર્ષીય રાયન વેસ્લી રાઉથ AK-સ્ટાઇલ રાઇફલ સાથે ઝાડીઓમાં છુપાઈ ગયો હતો, પરંતુ સિક્રેટ સર્વિસના એજન્ટોએ સમયસર કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો હતો. ગોળીઓ ટ્રમ્પને વાગી નહોતી અને બાદમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પહેલાં 18 જૂન, 2016ના રોજ પણ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર દરમિયાન બ્રિટિશ નાગરિક માઈકલ સ્ટીવન સેન્ડફોર્ડે પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવી ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને તરત જ કાબૂમાં લઈ લીધો હતો. આ તમામ ઘટનાઓને જોતા ટ્રમ્પની સુરક્ષા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ માટે સતત સૌથી મોટી પ્રાથમિકતા બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Golf Club California Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ