બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ડેટિંગ એપથી ગે પાર્ટનરને મળવા પહોંચ્યો યુવાન પછી... સુરતનો કાંડ જાણીને કદી અજાણ્યા સાથે મિત્રતા નહીં કરો
Last Updated: 09:46 PM, 5 August 2026
ડેટિંગ એપ પર અજાણ્યા સાથે મિત્રતા કે પ્રેમ કરવો ભારે પડી શકે છે. સ્માર્ટફોનના યુગમાં હવે સાયબર ગઠિયાઓ ચેટિંગ એપ્લિકેશનને લૂંટનું હથિયાર બનાવી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં 'POLO GAY DATING & CHAT' એપ પર મિત્રતા કરી નિર્દોષ લોકોને મળવા બોલાવ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવતી એક ખતરનાક ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓનલાઇન ચેટિંગમાં 'રાજ' નામે આઈડી બનાવી વરાછાની અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવી ઢીંકા-પાટુ અને ફાઈબરના પાઈપથી ઢોર માર મારી સ્માર્ટફોન, રોકડા રૂપિયા અને બળજબરીથી UPI ટ્રાન્સફર કરાવતી આ ગેંગના બે શખ્સો અને એક બાળ-કિશોરને પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી લીધો છે.
ADVERTISEMENT
ફ્રૂટની લારી ચલાવતાં યુવાન સાથે છેતરપિંડી
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને 'POLO GAY DATING & CHAT' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશન મારફતે 'રાજ' નામના અજાણ્યા ઇસમે તેમની સાથે ચેટિંગ શરૂ કર્યું હતું. વાતચીત વધતાં ૨૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે રાજ નામના ઇસમે ફરિયાદીને વરાછા વિસ્તારમાં આવેલી અર્ચના સ્કૂલ પાસે મળવા બોલાવ્યા હતા. બપોરે આશરે પોણા એક વાગ્યે ફરિયાદી ત્યાં પહોંચતા, રાજે પોતાનું ખાતું નજીકમાં હોવાનું કહીને તેમને વરાછા હરીધામ સોસાયટી પાસે ઓરેંજ પાર્કમાં આવેલી એક અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લઈ ગયો હતો.
ADVERTISEMENT
ઠગબાજોએ સખત માર મારીને રુપિયા પડાવ્યાં
બિલ્ડિંગના પાંચમા માળે અવાવરૂ જગ્યાએ અગાઉથી જ અન્ય બે અજાણ્યા ઇસમો હાજર હતા. ત્યાં પહોંચતા જ એક ઇસમે ફરિયાદીને ઢીંક-મુક્કીનો માર મારી ડાબી આંખે ઈજા પહોંચાડી હતી, જ્યારે બીજા ઇસમે ફાઈબરના પાઈપ વડે બરડાના ભાગે સપાટા બોલાવ્યા હતા. આરોપીઓએ 'તારી પાસેનો મોબાઈલ તથા જે કાંઈ રૂપિયા હોય તે આપી દે નહિતર હજુ મારીશું' તેવી ધમકી આપતાં ભયભીત થયેલા ફરિયાદીએ પોતાના ખિસ્સામાંથી ₹45૦૦ રોકડા અને ₹15,૦૦૦નો IQOO Company 9SE મોડલનો સ્માર્ટફોન સોંપી દીધો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ બળજબરીથી Google Payનો પાસવર્ડ મેળવી બીજા ₹1,૦૦૦ પણ અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ADVERTISEMENT
'કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું'
લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય ઇસમોએ 'આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ડરના કારણે ફરિયાદીએ શરૂઆતમાં કોઈને વાત કરી ન હતી, પરંતુ બાદમાં પરિજનોને આપવીતી જણાવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસ ઈન્સપેક્ટર એ.આર.વાળા અને પી.એસ.આઈ. વી.ડી.માળીની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સુશાંત ઉર્ફે આકાશ કુવરબહાદુર વર્મા અને સોમરાજ અર્જુનભાઈ ગમેતીસહિત એક બાળ-કિશોરને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
અગાઉ પણ નિર્દોષોને શિકાર બનાવ્યાં
ADVERTISEMENT
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આવી ડેટિંગ એપ્સ મારફતે લોકોને મળવા બોલાવી અવાવરૂ જગ્યાએ લૂંટી લેતા હતા. તપાસમાં સામે આવ્યું કે આ ગુના અગાઉ પણ પંદર દિવસ પહેલાં તેમણે એક વ્યક્તિને ઓરેંજ પાર્કના અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવી રોકડ અને ₹૩૦,૦૦૦નો મોટોરોલા મોબાઈલ લૂંટ્યો હતો, જ્યારે એક સપ્તાહ પહેલાં અન્ય એક વ્યક્તિ પાસેથી રોકડ અને ₹25,૦૦૦નો સેમસંગ ગેલેક્સી મોબાઈલ પડાવી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનો 1QOO ફોન, ₹5,5૦૦ રોકડા તેમજ અગાઉ લૂંટેલા અન્ય બે મોંઘા સ્માર્ટફોન કબજે કરી વધુ તસ્કરો અને ભોગ બનનારાઓની શોધખોળ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.