બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 4 August 2026
World News: યમનની નજીક એક ભારતીય જહાજ પર હુમલો થયો છે. હુમલા બાદ જહાજ દરિયામાં ડૂબી ગયું છે. રાહતની વાત એ છે કે 13 ભારતીયો સહિત તમામ 14 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. યમન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ કરી મોખા બંદરે પહોંચાડ્યા છે.
ADVERTISEMENT
પ્રાથમિક મળતી જાણકારી અનુસાર ભારતીય જહાજ એમએસવી ફૈઝ નૂરએ ઔલિયાને યમનના સમુન્દ્રી ક્ષેત્ર નજીક પ્રોજેક્ટાઇલથી નિશાન બનાવાયુ હતું. ટક્કર લાગ્યા પછી જહાજ તેનું સંતુલન ગુમાવી દીધું અને દરિયામાં પલટી ગયું, ત્યારબાદ જહાજ ડૂબી ગયું હતું.
MEA issues a statement - We condemn the attack on the Indian flagged commercial vessel, MSV Faize Noore Oliya that sank in the Red Sea, off the coast of Yemen on August 4, 2026. All 13 Indian nationals have been rescued. Our Embassy in Riyadh is closely monitoring the situation… pic.twitter.com/0aAgtBQHJH
— ANI (@ANI) August 4, 2026
ADVERTISEMENT
ભારતે આ હુમલાને લઇ નારાજગી વ્યક્ત કરી છે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપતા તેને કોઈ ઉશ્કેરણી વિનાનો હુમલો ગણાવ્યો. તેમણે આ ઘટનાની નિંદા કરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / અમેરિકા-કેનેડામાં ત્રણ વર્ષમાં હતાશ થયેલા 100 થી વધુ ભારતીયોએ જીવન ટુંકાવ્યું
હુમલા બાદ જહાજ ડૂબી ગયું
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "અમે 4 ઓગસ્ટ 2026 ના રોજ યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય ધ્વજવાળા વ્યાપારી જહાજ એમએસવી ફૈઝ નૂર ઓલિયા પરના હુમલાની નિંદા કરીએ છીએ. તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. રિયાધમાં અમારું દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને સુરક્ષા માટે અમે અધિકારીઓ સાથે સક્રિય સંકલન કરી રહ્યા છીએ. યમનના અધિકારીઓને સહકાર આપવા બદલ આભાર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.