ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા કાર્ગો શિપ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો, UKMTOએ આપી માહિતી

વિશ્વ / હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા કાર્ગો શિપ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો, UKMTOએ આપી માહિતી

Published By: Bijal Vyas

Last Updated: 09:01 AM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cargo Vessel Hit by unknown Projectile: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એર વાર ફરીથી હંગામો ત્યારે થઇ ગયો એક કાર્ગો જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો થયાના અહેવાલો બાદ ત્યાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. UKMTOએ જણાવ્યું હતું કે કાર્ગો જહાજ પરનો આ હુમલો વહેલી સવારે થયો હતો. હાલમાં કોઈ નુકસાન કે ઈજા થયાના અહેવાલો નથી.

ADVERTISEMENT

ઓમાનના દરિયાકાંઠે એક માલવાહક જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો થયાના અહેવાલો બાદ ત્યાં નવી હલચલ મચી ગઈ છે. આ માહિતી બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી 'યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ' (UKMTO) દ્વારા આપવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, જહાજે એક ચેનલ પર મેસેજ મોકલીને આ હુમલાની જાણ કરી હતી. તે સમયે, આ જહાજ ઓમાનના ખાસબ શહેરથી લગભગ 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વ દિશામાં સ્થિત હતું.

UKMTOએ જણાવ્યું છે કે, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા તમામ જહાજોને સતર્ક રહેવાની અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

અત્યાર સુધી કોઈ પણ સંગઠન કે જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ તણાવ પહેલેથી જ ચરમસીમા પર છે.

આ પણ વાંચોઃ ગઢડાના SP સ્વામી સહિત દેશભરના સંતો રહેશે ઉપસ્થિત, 7થી 14 ઓગસ્ટ સુધી આયોજન

તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે આ ક્ષેત્રમાં સુરક્ષા અંગેની ચિંતાઓ વધી છે. અમેરિકા સતત એવી માંગ કરી રહ્યું છે કે ઈરાન આ રણનીતિ દરિયાઈ માર્ગ પરથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરે, જ્યારે ઈરાનનું માનવું છે કે તેના કિનારા નજીકના જળવિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓ પર તેનું નિયંત્રણ અને અધિકાર હોવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

oman according to ukmto middle east strait of hormuz cargo vessel hit by unknown projectile off

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ