બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 AM, 5 August 2026
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને તેના પર સેના તથા સરકાર દ્વારા કરવામાં આવેલા દમનને લઈને વૈશ્વિક સ્તરે થયેલી ફિટકાર બાદ પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો અને મીડિયા સંસ્થાઓ પર કડક અંકુશો લાદ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલય (MOIB) દ્વારા જારી કરવામાં આવેલી 'ફોરેન મીડિયા ફેસિલિટેશન ગાઇડલાઇન્સ 2026' અનુસાર તમામ માન્યતા પ્રાપ્ત વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા મુખ્ય શહેરોની બહાર વ્યાવસાયિક રિપોર્ટિંગ માટે જતાં પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું અનિવાર્ય રહેશે. અબ્બોટાબાદ અને મુરીની અંગત યાત્રા માટે 3 વર્કિંગ ડેઝ (ત્રણ કામકાજના દિવસો) ની અંદર NOC મેળવવાની છૂટ આપવામાં આવી છે.

ADVERTISEMENT
સરકારની આ નવી ગાઇડલાઇન દેશમાં કાર્યરત તમામ વિદેશી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, વેબ-આધારિત અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આવરી લે છે. આ સિવાય વિદેશી મીડિયા સાથે કામ કરતા પત્રકારો, મીડિયા માલિકો, ફ્રીલાન્સર્સ, ફિક્સર્સ, પ્રોડક્શન ટીમો અને અન્ય સહયોગીઓ માટે પણ રજીસ્ટ્રેશન અને NOC ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મંત્રાલયના એક્સટર્નલ પબ્લિસિટી (EP) વિંગના ઓનલાઇન પોર્ટલ દ્વારા તમામનું રજીસ્ટ્રેશન થશે. વિદેશી મીડિયામાં યોગદાન આપતા પાકિસ્તાની પત્રકારોએ નજીકના પાકિસ્તાની દૂતાવાસ, હાઇકમિશન કે વાણિજ્ય દૂતાવાસ મારફતે અરજી મોકલવાની રહેશે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં કાયમી ધોરણે રહેતા વિદેશી સંવાદદાતાઓ માટે વાર્ષિક કાયમી માન્યતા. મુલાકાતી (Visiting) પત્રકારો માટે 3 મહિના સુધીની અસ્થાયી માન્યતા. રજીસ્ટ્રેશન કાર્ડ સામાન્ય રીતે 7 વર્કિંગ ડેઝની અંદર જારી કરાશે, જ્યારે એક્રેડિટેશન કાર્ડની પ્રક્રિયામાં 4 થી 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આપી ભરતીની મંજૂરી, જાણો ડિટેલ્સ
માન્યતા પ્રાપ્ત પત્રકારોને EP વિંગનું પ્રેસ એક્રેડિટેશન કાર્ડ મળશે, જે સરકારી કાર્યક્રમો અને પરિસરોમાં પ્રવેશ આપશે. જરૂર પડ્યે અધિકૃત અધિકારીઓને આ કાર્ડ બતાવવું પડશે. નોકરી બદલાય કે માન્યતા સમાપ્ત થાય ત્યારે આ કાર્ડ પરત કરવાનું રહેશે. જ્યારે સરકારનો દાવો છે કે આ નિયમો વિદેશી મીડિયાના રજીસ્ટ્રેશન અને અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે લાવવામાં આવ્યા છે, ત્યારે વિવેચકો અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓનું માનવું છે કે PoK ના દમન બાદ મુક્ત અને સ્વતંત્ર રિપોર્ટિંગ પર કાપ મૂકવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.