બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / True Lakshmi of Vahu Ghar! The mother-in-law sees the new bride with a lot of coins, you will be confused knowing the gift

અનોખુ સ્વાગત / વહુ ઘરની સાચી લક્ષ્મી ! સાસુએ નવી વહુને સિક્કા ભારોભાર જોખી, ગીફ્ટ જાણીને ચકરાઈ જશો

Hiralal

Last Updated: 05:58 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો સગાઈ થઈ હોય ત્યાં વહુ પર રાજ કરવાનું શરુ કરી દેનાર સાસુઓએ બોધપાઠ લેવા જેવો એક કિસ્સો રાજસ્થાનના ઝુનઝુનું શહેરમાં સામે આવ્યો છે.

  • સાસુઓએ બોધપાઠ લેવા જેવો કિસ્સો
  • નવી વહુને 60 કિલો વજનના સિક્કા ભારોભાર તોલી
  • મુંહ દીખાઈ પર આપી સરપ્રાઈઝ ગીફ્ટ 

રાજસ્થાનમાં ઝુનઝુનમાં એક સાસુ-વહુના પ્રેમનો એક અદ્દભુત પણ બીજાને પ્રેરણા આપતો કિસ્સો બન્યો છે. અહીં લગ્ન કરીને આવેલી નવુ વહુનું સાસુએ એવું તે સ્વાગત કર્યું કે દૂર દૂર સુધીના ગામડામાં તેની સુવાસ પ્રસરી છે. લગ્ન કરીને ઘેર આવેલી વહુને સાસુએ 60 કિલોના સિક્કા ભારોભાર જોખી હતી. આ દરમિયાન તેનો આખો પરિવાર બાજુમાં ઊભો હતો. એટલ જ નહીં પરંતુ સાસુએ મુહ દીખાઈમાં પણ વહુને સરપ્રાઈઝ ગીફ્ટ આપીને વધાવી લીધી હતી. આ ઘટના બાદ વહુ પૂનમ રડી પડી, તેની પાસે બોલવાની પણ હિંમત રહી નહોતી. 

સાસુએ 60 કિલો ચલણી સિક્કા ભારોભાર જોખી વહુને 

ઝુનઝુનુમાં સાસુએ પોતાની વહુ સામે આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેના સર્વત્ર વખાણ થઈ રહ્યા છે. ઝુનઝુનુના મંદ્રીલા પાસે આવેલી મહતી કી ધાનીમાં એક સાસુએ પોતાની વહુના ચહેરા પર સિક્કાથી વજન કર્યું હતું. આ જોઈને ત્યાં હાજર તમામ સંબંધીઓને આશ્ચર્ય થયું હતું. ભીંગડામાં રાખેલા સિક્કાનું વજન આશરે 60 કિલો જેટલું હતું. તેમાં રાખેલા સિક્કા વહુને ચહેરાના શુકન તરીકે આપવામાં આવ્યા હતા. આ અનોખું મોઢું દેખાતું જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

પહેલની ગામ આખામાં ચર્ચા
વર મનીષ ઘાયલ સેનામાં છે. દુલ્હન પૂનમ ગૃહિણી છે. મનીષના પિતા ગોવર્ધન પણ સેનામાંથી સૂબેદાર પદેથી નિવૃત થયા છે. તેમણે કહ્યું કે તેમની પત્ની કવિતાએ વહુ પૂનમને મુંહ દીખાઈમાં સિક્કા ભારોભાર તોલીને નવો દાખલો પૂરો પાડ્યો છે. આ પહેલની ગામ આખામાં ચર્ચા છે.

વહુ જ ઘરની લક્ષ્મી-સાસુ

સાસુ કવિતાએ જણાવ્યું હતું કે આટલી પ્રગતિ બાદ પણ સમાજમાં વહુઓની વિચારસરણીમાં કોઇ ખાસ પરિવર્તન આવ્યું નથી. હું માનું છું કે દીકરી જ ઘરની શક્તિ છે, તો વહુ જ ઘરની લક્ષ્મી છે. આ બે સુખ વગર ઘરમાં સુખ અશક્ય છે. તેથી અમારા આખા પરિવારે આ એક અલગ પહેલ કરી.

આખો પરિવાર બાજુમાં ઊભો હતો તે ક્ષણ જીંદગીમાં નહીં ભૂલુ -પુત્રવધૂ પૂનમ 

વહુ પૂનમનું કહેવું છે કે તેના માટે આટલું સન્માન મળવાથી તે ખૂબ ખુશ છે, પૈસાથી તેને કોઈ ફરક નથી પડતો. પૂનમે જણાવ્યું કે, જ્યારે સિક્કાનું વજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આખો પરિવાર તેની બાજુમાં ઉભો હતો. તે મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી. તે સાસુ-સસરા બનીને ખૂબ જ સારું અનુભવી રહી છે. હવે તેઓ આખા પરિવારને સાથે રાખવાનો પ્રયાસ કરશે.

સાસુએ પુત્રવધૂને 13 લાખની લક્ઝરી કાર ગિફ્ટમાં આપી 
સાસુએ વહુ પુનમને 13 લાખની લક્ઝરી કાર પણ ગિફ્ટમાં આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. આટલી મોટી ગીફ્ટ અને જે રીતે ભાવભીનું સ્વાગત થયું તે જોઈને માત્ર પુનમ જ નહીં પરંતુ આજુબાજુના લોકો પણ ગદગદિત થયા છે અને તેમને પણ આવું કરવાની પ્રેરણા  મળી છે. પુનમ તો આ ઘટના બાદ આકાશમાં ઉડવા લાગી છે અને ઉડે જ ને, કારણ કે કદાચ પહેલી વાર કોઈ સાસુએ તેનુ વહુનું આવું સ્વાગત કર્યું હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ