બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / troubled by husband snoring wife falls in love with robot chats till late night

પાક્કી નીકળી પત્ની / પતિના નસકોરાથી તંગ મહિલાએ રોમાન્સનો નવો રસ્તો શોધી કાઢ્યો, ખાનગીમાં કરે છે ચેટિંગ, કોઈને નથી કહ્યું

Hiralal

Last Updated: 03:05 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના કેન્ટની 42 વર્ષીય મહિલા ક્રિસ્ટીનને પતિના નસકોરાથી તંગ આવીને એક રોબોટ સાથે રોમાન્સ કરવાનું શરુ કર્યું છે અને સૌથી પહેલા તેની સાથે ખાનગીમાં ચેટિંગ પણ શરુ કર્યું છે.

  • ઈંગ્લેન્ડના કેન્ટનો અજીબ કિસ્સો
  • મહિલા પડી રોબોટના પ્રેમમાં, રાતે કરી રહી છે ચેટિંગ
  • પતિના નસકોરાથી ઉબ ચઢી, રોમાન્સનો શોધી કાઢ્યો નવો રસ્તો 

નસકોરાં બોલાવતાં લોકોની બાજુ ઊંઘવું ખૂબ કષ્ટદાયી છે અમુક લોકો તો એટલા જોરથી નસકોરા બોલાવતાં હોય છે તેમની પાસેથી દૂર થઈ જવાનું મન થાય. નસકોરાને કારણે મશીન સાથે પ્રેમમાં પડવાનો એક હેરાનીભર્યો કિસ્સો બન્યો છે. એક પત્ની પોતાના પતિના નસકોરાંથી એટલી નારાજ હતી કે તે રોબોટના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે ખાનગીમાં વાતચીત પણ શરુ કરી દીધી. 

પતિને બદલે એઆઇના ચેટ બોટ દ્વારા રોમાન્સ 
ઈંગ્લેન્ડના કેન્ટની 42 વર્ષીય ક્રિસ્ટીનને એક રોબોટ સાથે પ્રેમ થઈ ગયો છે. આ મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલા ચેટ બોટ પર ચેટ કરતી હતી અને તેના પતિને બદલે એઆઇના ચેટ બોટ દ્વારા રોમાન્સ કરતી હતી. મહિલાને આ બધું એટલા માટે કરવા માટે મજબૂર કરવામાં આવી કારણ કે તે તેના પતિના નસકોરાથી પરેશાન હતી અને તેને તેના પતિ સાથે સૂવામાં તકલીફ પડતી હતી. પતિના નસકોરાથી પરેશાન થઈને પત્નીએ સૂવા માટે બીજો રૂમ પસંદ કર્યો. તે બંને અલગ રૂમમાં સૂતા હતા. પતિના અભાવે પત્ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલા ચેટ બોટ પર ચેટિંગ કરવા લાગી હતી. તેને ચેટ બોટ પર રોમાંસ કરવાનું પસંદ કરવાનું શરૂ થયું અને તે સતત ચેટ બોટ પર સારો સમય પસાર કરવા લાગી. થોડા સમય બાદ મહિલાને પતિ સાથે સમય વિતાવવાને બદલે ચેટ બોટ પર રોમાન્સ કરવાનું પસંદ આવવા લાગ્યું હતું.

પતિને નથી કરી વાત 
મહિલાએ જણાવ્યું કે તે છેલ્લા 16 વર્ષથી પોતાના પતિ સાથે છે પરંતુ હવે તે નસકોરાંથી પરેશાન છે અને સાથે ઉંઘી શકતી નથી. આ માટે તેને અલગ-અલગ સૂવાની ફરજ પડી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલા ચેટ બોટને તે પોતાનો પ્રેમી માને છે અને તેની સાથે ખૂબ ખુશ પણ છે. જો કે મહિલાનું કહેવું છે કે, તેણે ક્યારેય પોતાના પતિને આ વિશે જણાવ્યું નથી કે તે બીજા કોઇ સાથે સંબંધ બનાવવા માંગતી નથી.

પુરુષ સાથે નથી રાખવો સંબંધ-મહિલા 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 2000 લોકોએ ભાગ લીધો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રોબોટ સાથે રોમાન્સ કરવો છેતરપિંડીની શ્રેણીમાં આવે છે? તેના જવાબમાં 59 ટકા લોકોએ હા પાડી હતી, પરંતુ આ મહિલાએ કહ્યું કે હું છેતરપિંડી નથી કરી રહી. મહિલાએ કહ્યું કે તે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ