ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / travel Diwali vacation train and ST has waiting list

પ્રવાસ / દિવાળી વેકેશનનો પ્લાન કરી લો! આ સ્થળો છે ગુજરાતીઓના હોટ ફેવરીટ

Published By: Gayatri

Last Updated: 04:11 PM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના વેકેશનમાં જવુ હોય તો જરા એક નજર ટ્રેનના વેઈટિંગ લિસ્ટ ઉપર પણ મારી લે જો. કમ કે, મોટા ભાગના પ્રવાસન સ્થળોની ટ્રેનો હાઉસ ફુલ છે.

ADVERTISEMENT

  • એસટીએ 1200 જેટલી વધારાની બસ દોડાવવાનો નિર્ણય
  • પોરબંદર-અમદાવાદ-મુઝફ્ફરપુર ટ્રેનમાં 223નું વેઇટિંગ લિસ્ટ
  • ઓખા-દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં સૌથી વધુ સ્લીપર કોચમાં 313નું વેઇ‌ટિંગ લિસ્ટ

‌દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ વર્ષે હરદ્વાર અને વૈષ્ણોદેવી સહિતનાં ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આ તરફ જતી ટ્રેનમાં અત્યારથી લાંબું વેઇટિંગ લિસ્ટ છે. હંમેશની જેમ ગોવા પ્રવાસીઓ માટે હોટ ફેવ‌િરટ છે, જ્યારે મધ્યપ્રદેશનાં પંચમઢી અને દાર્જિલિંગ તેમજ કેરળ પણ પસંદગીનાં પ્રવાસન સ્થળ બન્યાં છે.

હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓએ ત્રણ મહિના પહેલાં ટ્રેનમાં એડ્વાન્સ બુકિંગ કરાવી લીધાં છે. ધાર્મિક યાત્રામાં પણ ધસારો હોઇ ઓખા-દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં સૌથી વધુ સ્લીપર કોચમાં 313નું વેઇ‌ટિંગ લિસ્ટ છે, જ્યારે પોરબંદર-અમદાવાદ-મુઝફ્ફરપુર ટ્રેનમાં 223નું વેઇટિંગ લિસ્ટ છે. વૈષ્ણોદેવી જતી ટ્રેન હાઉસફુલ છે, જ્યારે ઓખા-અર્નાકૂલમ-ત્રિવેન્દ્રમ ટ્રેન પણ હાઉસફુલ છે.

આ ઉપરાંત ઉત્તર ભારત, દક્ષિણ ભારત તરફ જતી ફલાઇટનાં ફેર પણ ‌દિવાળીના વેકેશન દરમ્યાન અનેકગણાં વધી ગયાં છે. ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ જતી બસો પણ અત્યારે ઓનલાઇન બુક થઇ ગઇ છે, જેના માટે એસટીએ 1200 જેટલી વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

ST Train Travel Waiting List ગુજરાત ગુજરાતીઓ ટ્રેન પ્રવાસ બસ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ